Monday, May 28, 2012

જીવનનું એક સત્ય

નળ બંધ કરવાથી પાણી બંધ થાય છે પણ ઘડિયાળ બંધ કરવાથી સમય બંધ થતો નથી.

બસ એક પળ

જિંદગી મેં પલ પલ કિયા થા મેને જિસ પલ કા ઇન્તઝાર ,
વો પલ આયા ભી તો પલ દો પલ કે લિયે,
ઔર આકે ચલા ગયા પૂરી જિંદગી ભર કે લિયે,
ના જાણે કયું વો પલ વહી થમ કયું ના ગયા??

સમયનો સદુપયોગ

એક ગામમાં એવો રીવાજ હતો કે ગામના કોઈ વ્યક્તિને એક વર્ષ માટે રાજા બનાવવાનો અને વર્ષ પૂરું થયા બાદ તેને ગામની નદીને પેલે પાર આવેલી બંજર જગ્યાએ મોકલી દેવાનો.વર્ષો વિતતા ગયા ને એક પછી એક જે રાજા બને તે બંજર જગ્યાએ જઈને રીબાઇ રીબાઈ ને મરી જાય. એકવાર રાજા બનવાનો વારો એક સંતનો આવ્યો તેને પોતાની સૂઝ વાપરી અને પોતાના રાજકારણ દરમિયાન પેલી બંજર જગ્યાને હરિયાળી ભૂમિ બનાવી દીધી અને જયારે એક વર્ષ બાદ તેને ત્યાં મોકલવામાં આવ્યો ત્યારે તે ત્યાં જઈને નિરાંતે રેહવા લાગ્યો.
સાર:- આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ જેથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. પેલા સંતે સમયનો સદુપયોગ કરીને બંજર જમીન હરિયાળી બનાવી જેથી તે ત્યાં નિરાંતે પોતાનું જીવન વિતાવી શકે

જેટલો પ્રેમ…

જેટલો પ્રેમ તમારી પાસે થી મળે છે, એટલો વધારે પામવાની ઈચ્છા થાય છે,
પ્રેમ ની વાત તમારી સાથે કરતા ગયા જનમ નો સાથ હોય એવો આભાસ થાય છે,
પહેલી વાર થઇ રહ્યું છે અમારી સાથે આ, કે… પૂનમ ના ચાંદ ને નઝર સમક્ષ જોતા..
તમારો અને બસ તમારો જ ચેહરો મારી નજરો માં કેદ થાય છે….!!

મારા વહાલા દરિયા ને…!!!

આવતું હશે કોઈ તને મળવા માટે,
તું કિનારા પર એટલે જ આવતો હોઈશ,
તારી સામે ઉભેલી એને જોવા માટે,
કેટલા ઉમંગ થી તું ઉછળી ને આવતો હોઈશ,
નહિ આવી હોઈ એ આજે પણ ત્યાં,
એટલે જ ઉદાસ બની ને તું પાછો જતો હોઈશ.

Saturday, March 3, 2012

ઊછળતાં મોજાં પર પછડાતી જિંદગી..

યા અલ્લાહ ઠંડ લગ રહી હૈ!’ દરિયાઈ પવનના સુસવાટાથી થથરી ગયેલા બાવીસ વર્ષના બિહારી મુસ્લિમ મોહમ્મદ સિરાજથી બોલાઇ ગયું ત્યારે ૩૦૦ ટન ઘઉં ભરેલું બાર્જ (માલવાહક જહાજ) જામનગરના બેડી બંદરથી ખાસ્સું દૂર પહોંચી ગયું હતું. વહેલી સવારના પોણા ચાર વાગ્યા હતા અને આકાશના કાળા ભમ્મર વાદળો પાછળ ચંદ્ર અલોપ થઈ ગયો હતો. કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. ક્યારેક વાદળાં વરસી જતાં હતાં. ચમકી જતી વીજળીના તેજલિસોટામાં દૂર ઊભેલી પરદેશી શિપ ‘વન્ડર’ પળવાર માટે ઝબકીને અલોપ થઈ જતું હતું. બેડી બંદર પણ હવે દેખાતું ઝાંખું થઈ ગયું હતું. ચડ્ડીભેર બાર્જમાં ચઢેલા મોહમ્મદ સિરાજને મનોમન પસ્તાવો થતો હતો કે સાથી મજુર મોહમ્મદ અબ્દુલની જેમ ગંજીફરાક પહેર્યું હોત તો થોડી રાહત લાગત. સિરાજના મનમાં ઊઠતા વિચારને પામી ગયો હોય તેમ મોહમ્મદ અબ્દુલે જરા મોટા અવાજે હાકલ મારી: ‘સિરાજ, બોરીયોં (ઘંઉની ગૂણી) કે બીચ જા કર બૈઠ જા!’ બાર્જ પર ચાલતો સિરાજ ઘઉંની ગૂણીઓની આડશમાં જવા માટે બાર્જના કિનારા તરફ ગયો તો ધસમસતા આવેલા એક મોજાંની છાલકે તેને ભીંજવી નાખ્યો. સિરાજના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આવી રીતે દરિયાઈ મોજું જો બાર્જ પર પછાડાતું રહે તો... ‘ઇધર આજા!’ બેડીબંદરની તરફ નજર ટેક્વીને વિચારે ચઢી ગયેલા સિરાજને ઘઉંની ગૂણીઓ વચ્ચે બેઠેલા ત્રીજા સાથીદાર મોહમ્મદ મેરાજે બોલાવ્યો ત્યારે ઘડીભર સિરાજ કોઈ પ્રતિભાવ ન દેખાડી શક્યો. તેને ઈચ્છા થઈ કે ઉછળતા મોજાંની એક છાલકે તેને ભીંજવી દીધો. એ બાબતે બંને સાથીઓનું ધ્યાન દોરે પણ પોતે ડરપોકમાં ખપી જશે એવી ગણતરીથી ચૂપચાપ મેરાજની નજીક જઈ તેણે ઘઉંની ગૂણીઓની આડશ લઈ લીધી. હવે ઠંડી ઓછી લાગતી હતી. રાતના અંધકાર કે દરિયાઈ સૂસવાટાનો ડર તો સિરાજને છ માસના અનુભવ પછી નીકળી ગયો હતો. તેણે મેરાજ તરફ જોયું. એ આંખો મીંચીને પડ્યો હતો. મેરાજ અને અબ્દુલ બંને સગા ભાઈઓ હતા. બિહારના અગડીયા જિલ્લાની બેકારીથી થાકી વરસ દી’ પહેલાં બંને ભાઈઓ રોજીની તલાશમાં ગુજરાત આવ્યા હતા. જામનગરની એક મોટી શિપિંગ કંપનીમાં કામ મળ્યા પછી તેમણે સિરાજને પણ તેડાવી લીધો હતો. સિરાજ બંને ભાઈઓનો કુટુંબી સગો થતો હતો. દરિયાઈ કામનો તો ત્રણમાંથી કોઈને અનુભવ નહોતો. ત્રણેય પાસે માત્ર કાંડાંની તાકત હતી. કામ પણ એવું જ મળી ગયું. બાર્જમાં માલસામાન ભરીને શિપમાં ખાલી કરી દેવાનું. બાર્જના બીજા છેડે ઊભેલા મોહમ્મદ અબ્દુલની આંખો બાર્જને ખેંચી જતાં ટગ પર હતી. પરદેશી શિપ ‘વન્ડર’ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તેણે બીડી સળગાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો અને પછી એક ઊંડો નિ:સાસો નાખીને વિચાર્યું: શિપમાં લોડિંગ કરવા માટે પોતાના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જનો વારો જલ્દી આવી જાય તો સારું કારણ કે અષાઢ મહિનામાં દરિયાના પેટ પરથી જલ્દી ઊતરી જવાય એવું એકાદ વરસના અનુભવ પછી આ બિહારી સમજી ગયો હતો. જો કે વહેલી સવારે, મોં સૂઝણાં ટાણે, બાર્જ પરદેશી શિપના દોરડાથી બંધાઇ ગયું અને ટ્રક ફરી બેડીબંદર જવા રવાના થઈ ગઈ ત્યારે મોહમ્મદ અબ્દુલને તેના સગાભાઈ મેરાજ કે કુટુંબી સિરાજને ક્યાં ખબર હતી કે જે અરબી સમુદ્રના પર પટ પર તેમનું બાર્જ ઊભું છે, તેના સેંકડો નોટિકલ માઇલ દૂર ૨૩૦ કિલોમીટરની ઝડપે કેન્દ્રિત થયેલું વાવાઝોડું તેમની તરફ ધસમસતું આવી રહ્યું છે. *** એ ૧૭મી જુન ૧૯૯૬ની સવાર હતી. અબ્દુલ, મેરાજ અને સિરાજ સાથેના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જને પરદેશી શિપના દોરડે બાંધી દેવામાં આવ્યું હતું કારણકે બીજા બાર્જમાંથી શિપમાં માલ ચઢાવાતો હતો. સિદ્ધિ વિનાયક બારામાં ઊભું રહી ગયું હતું. એ દિવસે સવારથી વાતાવરણનો ચહેરો બદલી ગયો હતો અને તેનો અણસારો દરિયાની છાતી પર ઊભેલા ત્રણેય બિહારીઓને આવી ગયો હતો. બપોર સુધીમાં વાતાવરણ વધારે ખરાબ થઈ ગયું. પવનની ઝડપ બેસુમાર વધી ગઈ. પૂરા સૌરાષ્ટ્ર- કચ્છમાં એ દિવસે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. અમદાવાદમાં આ ઝડપ ૮૫ કિલોમીટરની નોંધાઈ. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ઊભા કરાયેલાં સરકસના તોતિંગ તંબૂને ચીરી ગયેલા પવનથી જ જાણતલો સમજી ગયા હતા કે આવનારી કલાકો ભારોભાર ટેન્શનની હશે. એ દિવસે આંધ્રપ્રદેશમાં તીવ્ર વાવાઝોડું ફૂંકાયું! સત્તરમી જુનની એ જ સાંજે હવામાન ખાતાએ કાળવાણી ઉચ્ચારી કે અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું કાઠિયાવાડ ભણી આવી રહ્યું છે અને તેની સૌથી તીવ્ર અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર દેખાશે. ધડાધડ ઇન એકશનની મોસમ શરૂ થઈ ગઈ. રેડિયો ચેતવણી આપવા લાગ્યો. અધિકારીઓ એલર્ટ થઈ ગયા. મીણબત્તીઓ હાથવગી અને ફાનસો કેરોસીનથી તરબતર થઈ ગયાં. બંદરો પર ચેતવણીનાં સિગ્નલો અપાવા લાગ્યા. પોર્ટ ઓફિસરોએ ખલાસીઓને દરિયામાં જતા રોકવા માંડ્યા. દરિયે ગયેલાં શિપ, વહાણને વોકીટોકીથી મેસેજ આપી પાછા બોલાવી લેવાયા. બાર્જીસને માલસમેત કાંઠે લાંગરી દેવામાં આવ્યા પણ પરદેશી શિપમાં ઘઉં ઠાલવવા ગયેલું ‘સિદ્ધિ વિનાયક’ બાર્જ કોઈના દિમાગમાં આવ્યું નહીં. આ બાર્જ જે કંપનીનું હતું, તેની પાસે બીજાં ચાલીસેક બાર્જ હતા. મોટા વહીવટને કારણે કદાચ, કંપનીના માલિકો પોતાના બાર્જ પર રહેલાં ત્રણ વર્કરને ભૂલી ગયા હશે? એ વખતે કંપનીના માલિકે મને કહેલું કે, આ કોઈ મોટી વાત નથી. દરિયાના ધંધામાં આવા બનાવ તો બનતાં રહે છે.કેવા બનાવ?

ચૌદ વરસનો છોકરો

હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ચૌદ વરસની કૂણી કૂંપળો ફરકાવનાર એક ચારણ-તરુણે ભાવનગર રાજ્યના સર્વેસર્વા ગણાતા દીવાન, પટ્ટણી સાહેબને એક જ શબ્દથી ચોંકાવી દીધા. ભલભલા મુત્સદ્દીઓ અને રાજ-રજવાડાંને આંજી દેનાર પટ્ટણી સાહેબ છાને ખૂણે હબક ખાઇ ગયા. ચૌદ વરસના છોકરડા ગણાતા એ તરુણે પટ્ટણી સાહેબને વિચારતા કરી દીધા. ‘પટ્ટણી સાહેબ, આપ કહો છો કે ચારણો રાજ કરતાં બુદ્ધિશાળી ન હોય પણ સાચી વાત એ છે કે ચારણો રાજ કરતાં ઘણા બુદ્ધિશાળી છે. પણ એની પાસે આપના જેવાં બળવાન નસીબ નથી. માત્ર થોડી પળો માટે પણ આપના નસીબ અમારા કપાળે બેસે તો ચારણ કઇ બાબત છે એ સાબિત થઇ જાય પણ અમારી પાસે આપના જેવાં બળવાન નસીબ નથી માટે અમે યાચક બનીને આપની પાસે ન્યાય માગવા આવ્યા છીએ.’ બસ્સો ચારણોના ઘેરામાંથી નીકળીને દીવાન પટ્ટણી સાહેબ, આ યુવાનને તાજજુબથી જોઇ રહ્યા. માત્ર ચૌદની ઉંમરનો આ છોકરો ઉથાપી ન શકાય એવું સત્ય ઉચ્ચારી બેઠો. ડાહ્યા દીવાનની સમજણના ખૂણે ખૂણે ડંકા વાગી ગયા કે ‘વાહ યુવાન! ભાગ્યની તારી વાત હજાર વાર સાચી છે. પોતાનું દીવાનપદ બુદ્ધિ કરતાંય જોરૂકા નસીબના પ્રતાપે મળ્યું છે. ભટ્ટમાંથી પટ્ટણી થયો. બારાડી પંથકમાંથી આવીને ભાવનગરમાં વસ્યા. ભાગ્યે પડખું ફેરવ્યું. તે સૌ પ્રથમ ભાવનગર રાજવી તખ્તસિંહજીના કારભારપદે અને પછી દીવાનપદે. તખ્તસિંહજી ગયા અને પોતે બાળકુંવર કૃષ્ણકુમારસિંહજીના દીવાન વત્તા રખેવાળ? આખા રાજ્યની તમામ સત્તા દીવાન પાસે... બલિહારી છે નસીબની. જુવાન તું ખરેખર સાચ્ચો છે... ઘટનાનો સમય હતો. ઇ.સ. ૧૯૨૮ ની સાલનો કે અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલહાઉસીનો સૂરજ સોળે કળાએ હિંદ ઉપર તપતો હતો. ગુલામ અને અજ્ઞાન પ્રજાનો પૂરો ‘ઘાણ’ કાઢવા લોર્ડ ડેલહાઉસીએ ‘ખાલસા’ નીતિનો કાયદો ઘડીને અમલમાં મૂક્યો હતો. દેશનો કોઇ પણ નાગરિક પછી રાજા હોય કે રંક હોય. જો નિર્વંશ મરણ પામે તો એની તમામ મિલકત સરકારમાં દાખલ થાય. અંગ્રેજ સરકારના મિત્ર તરીકે ભાવનગર રાજ્યે પણ ખાલસાનો કાયદો અમલમાં મૂક્યો. રાજની પ્રજા હજી સ્તબ્ધ હતી પણ ચારણ જ્ઞાતિએ સત્યાગ્રહનાં હથિયાર સજાવ્યાં. બસો પાંચસો ચારણો એકઠા થઇને આ કાયદાને રદ કરાવવા માટે રાજધાનીમાં પહોંચ્યા અને અનશન આદર્યા. એકાદ બે દિવસને બદલે એકવીસ દિવસ થવા છતાં કોઇ હોંકારો મળતો નહોતો. ભાવિ રાજવી કૃષ્ણકુમારસિંહજી ચૌદની ઉંમરના સગીર હતા. ન્યાય કોણ આપે! પટ્ટણી સાહેબને મળવા આગેવાનો રાત-દિવસ દોડતા હતા પણ પટ્ટણી સાહેબ મળતા નહોતા. ચારણો પટ્ટણી સાહેબના બંગલે જાય તો પટ્ટણી સાહેબ રાજકુમારના લાલ બંગલે હોય અને લાલ બંગલે જાય તો પાછલા બારણેથી નીકળીને પોતાના બંગલે...! આગેવાનો અકળાયા હતા. બાળ મહારાજાને મળવા માટે પણ પટ્ટણી સાહેબની રજા જોઇએ અને પટ્ટણી સાહેબ તો મળતાય નથી! બળેવનો દિવસ હતો. કંટાળેલા આગેવાનોને બાતમી મળી કે પટ્ટણી સાહેબનાં પત્ની આજે બાળ મહારાજને રાખડી બાંધવા જવાનાં છે માટે ગાડી આડે ઊભીને રમાબાને વાત કરો તો ઉકેલ નીકળે અને વાત બની ગઇ. રમા બા ગાડી લઇને નીકળ્યાં. ચારણોએ ગાડીને ઘેરી લીધી. રમાબહેને વિગત જાણી અને કહ્યું ‘જો તમારે ન્યાય જોઇતો હોય તો પટ્ટણી સાહેબ આપી શકે. મારી પાસે સત્તા નથી.’ ‘નથી પણ આપ પટ્ટણી સાહેબને અમારી વાત સમજાવો.’ ‘પણ ભાઇઓ? મારી ગાડી શું કામે રોકો છો? મારે મોડું થાય છે.’ ‘ખબર છે બહેન! પણ અમને પટ્ટણી સાહેબ મળે એવું તો આપ કરી શકોને?’ ‘તો જવા દેશો?’ રમાબહેન હસ્યાં. ‘હા તો જવા દઇએ.’ ‘તો અરધી કલાકમાં તમને પટ્ટણી સાહેબ મળવા આવશે. મારા વચન ઉપર વિશ્વાસ છે?’ ‘હા બહેન’ ચારણો ખસી ગયા. ગાડી રવાના થઇ અને અરધા કલાકમાં પટ્ટણી સાહેબ મારતી મોટરે મળવા આવ્યા. ‘બોલો.’ ‘ન્યાય આપો, પટ્ટણી સાહેબ.’ ‘શાનો ન્યાય’ પટ્ટણી સાહેબ ખારા થયા. ‘ખાલસાના કાયદાનો. અમે એ કાયદો પાળવાના નથી.’ ‘એમ?’ પટ્ટણી સાહેબનાં ભવાં ખેંચાયાં. ‘રાજની વસતી લેખે કાયદાને માન આપવા તમે સૌ બંધાયેલા છો.’ ‘વસતીમાં અને ચારણમાં ફેર છે પટ્ટણી સાહેબ.’ ‘કેમ? ચારણો રાજ કરતાં વધારે સત્તા ધરાવે છે? વધારે અનુભવી છે?’ પટ્ટણી સાહેબ ધગ્યા. ‘હા સાહેબ? ચારણો તો તમારા ગોહિલો કરતાં જૂના છે. મોખડોજી હજી હમણા આવ્યા અને અમે તો સદીઓથી આંહી છીએ. દરિયાકાંઠો અમારો છે અમે સાચવી જાણ્યો છે. તમારી કરતાં વધારે સારી રીતે.’ ‘એટલે રાજ કરતાં તમારામાં વધારે બુદ્ધિ છે એમ?’ પટ્ટણી સાહેબનો ધારદાર પ્રશ્ન આગેવાનો ઉપર છવાઇ ગયો. સૌ અવાચક હતા, ત્યાં ચૌદ વરસનો એક તરુણ આગળ આવ્યો. પટ્ટણી સાહેબ સામે ઊભા રહીને એણે ઉત્તર દીધો. ‘બુદ્ધિ તો પટ્ટણી સાહેબ, રાજ કરતાં ચારણોમાં વધારે છે પણ લાચાર છીએ.’ ‘બોલ, કેવી રીતે?’ ‘તમારા જેવા નસીબ અમારી પાસે નહીં ને?’ ‘હેં?’ પટ્ટણી સાહેબ થડકી ગયા. ‘હા પટ્ટણી સાહેબ? તમારી પાસે સત્તા છે એ બુદ્ધિના બળે નહીં પણ નસીબના પ્રતાપે છે. તમારા જેવા નસીબ અમારી પાસે હોય તો વાત જુદી બની હોત. અમે યાચક બનીને આવ્યા નહોત અને યાચકને ન્યાય આપવો એ આપની ફરજ છે.’ ‘બોલકો જુવાન’ પટ્ટણી સાહેબ બોલકો શબ્દ તો સાવ બોલવા ખાતર બોલી ગયા બાકી મન ઊંડાણેથી સાચ્ચો શબ્દ તો ‘બળુકો જુવાન’ જ નીકળ્યો હતો. એકાદ શ્વાસ લઇને પટ્ટણી સાહેબે પૂછ્યું ‘ક્યાંનો છે તરુણ.’ ‘મઝાદરનો’ ‘ચારણ છે?’ ‘હા જી ભાયા કાગનો દીકરો.’ ‘શું નામ?’ ‘દુલો-દુલા ભાયા કાગ.’ આગેવાનોએ જોયું કે દીવાન સાહેબ હજીય નાનકડા આ તરુણને તાકી રહ્યા હતા. ન્યાય મેળવવા માટે રાજધાનીમાં તપ ધરતા આગેવાનોને લાગ્યું કે છોકરાએ કમાલ કરી છે. આપણને મનમાં હતું કે છોકરો છે ભેગો આવે છે, ભલે આવે, પણ છોકરો અણધાર્યો નીકળી ગયો. પટ્ટણી સાહેબને જવાબ તો દીધો પણ એવો દીધો કે વિચારે ચડી ગયા! આવો જવાબ ઘડતા આપણને આખો દિવસ થાય છતાં સરખો બોલાય કે ન પણ બોલાય. જોજો, આ છોકરો મોટો થઇને જ્ઞાતિના પાણી અંબરે ચડાવશે. ‘માટે અમને ન્યાય આપો?’ તરુણ આગળ વધતો હતો. ‘ન્યાય આપવાનો આપે કોલ આપ્યો છે.’ ‘કોને?’ ‘ઉઘાડી રાખજો બારી’ નામની કવિતાને’ અને પટ્ટણીજી બોલે કારવે એ પહેલાં તરુણ દુલાભાઇએ પ્રભાશંકર રચિત કાવ્ય ગાઇ બતાવ્યું. ‘દુ:ખી કે દર્દ કે કોઇ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવાતમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.’ અને પટ્ટણી સાહેબે મોજડીઓ પહેરી. ચારણ સમૂહને ન્યાય અપાવવા બાળરાજવી કૃષ્ણ કુમારસિંહજી પાસે લાલ બંગલે લઇ ગયા અને ચારણો ખુશ થાય એવો રસ્તો કાઢી આપ્યો... ‘દુલાભાઇ!’ પટ્ટણીજીએ યુવાનને અમીભરી નજરે જોઇને કહ્યું. ‘મારા જેવું કોઇ પણ કામ હોય તો જરૂર મળજો.’ સમયને ખબર હતી કે તરુણનું આ ચાંદરણું માત્ર ભાવનગર રાજ્યને નહીં પણ સમગ્ર ગુજરાતને આવરી લે એવા તેજે તપીને મળવાનું હતું.

વર્તમાનમાં જીવો એ જ તમારું મેડિટેશન ..........જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે‏

દરેક ધર્મનું બહારનું સ્વરૂપ દેશ-કાળની સ્થિતિમાં બદલાતું રહે છે. જો કંઈ બદલાતું ના હોય તો તે છે તેના અંદર રહેલું અધ્યાત્મ. અધ્યત્મ હંમેશાં સામાયિક હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આજે જે આપણી પાસે છે તેને એક ભેટની જેમ ખોલવાની કળા આપણને આવડવી જોઈએ. મેડિટેશનનો એક અર્થ એ છે કે તે ક્ષણમાં જીવવું જે વર્તમાનમાં છે. ભગવાન મહાવીરે આને સામાિયક કહ્યું છે અને બુદ્ધે તેને જ બોધ નામ આપ્યું છે, પરંતુ ધ્યાન એમ નહીં મેળવી શકાય. તેના માટે કેટલીક સીડીઓ ચઢવી પડશે. જેમાંથી એક છે પવિત્રતા. મુસ્લિમ ફકીરો હદીસનો ઉલ્લેખ કરીને કહે છે કે જે વ્યક્તિ હજ કરે અને તેમાં કોઈ પાપની વાત ન કરે, અલ્લાહની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરે તો તે એવો પવિત્ર અને સ્વચ્છ થઈને પાછો ફરશે, જેવો કે જન્મ સમયે બિલકુલ નિરપરાધ હતો. અહીં પણ પવિત્રતા પર ભાર મુકાયો છે. પવિત્રતા, ધ્યાનને સરળ બનાવે છે. ધ્યાન લગાવવા માટે પગથિયાં ચઢવા જોઈએ, સીધો કૂદકો મારવાનો પ્રયાસ કરવો નહીં. બુદ્ધ તેમના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તેમણે એક ગામનું સરનામું પૂછ્યું. જુદા-જુદા ગામના લોકોએ અંતરને ટૂંકું કરીને બતાવ્યું. ‘બસ થોડે દૂર જ છે’ આ સાંભળતાં-સાંભળતાં તેમને ઘણે દૂર સુધી જવું પડ્યું. શિષ્યોએ બુદ્ધને કહ્યું કે ગામના લોકો જુઠ્ઠા અને બેઈમાન છે. બુદ્ધ બોલ્યા, તમે ખોટું સમજી રહ્યા છો, જો તેઓ પહેલા જ એમ કહી દેત કે ગામ ઘણે દૂર આવેલું છે તો આપણે થાકી જતા. થોડા થોડા અંતરની વાતે આપણી હિંમત જાળવી રાખી. બસ આવી રીતે જ ધ્યાન માટે પવિત્રતાની સીડી પર થોડો થોડો સમય રોકાવું પડશે. દરેક ધર્મ અંદરથી તો લગભગ એક જ વાત કરે છે. *********************************************************** ****************************************** જીવનમાં સાદગી સ્વાભિમાનને જગાડે છે Jivan Panth આજે સાધન, સંસાધન અને સુવિધાઓમાં કોઈ ચીજની કમી નથી. આમ છતાં પણ આપણા દેશમાં અમીર-ગરીબ વચ્ચેની ખીણ બહુ ઊંડી છે. થોડા દિવસ અગાઉ એક વિદેશયાત્રા દરમિયાન નાઇજિરિયામાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની પ્રગતિ જોઈને તેમને સવાલ પૂછ્યો કે તમે ભારત છોડીને અહીં શા માટે વસી ગયા છો? તેમનો જવાબ હતો કે ભારતમાં જેટલી તકો છે તેના કરતાં વિઘ્ન વધુ છે. ભ્રષ્ટાચાર તેમાંનો એક છે. તેમણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર તો વિદેશમાં પણ છે પરંતુ ભારતમાં તો ભ્રષ્ટ લોકો નાણાં પણ લઈ લે છે અને કામ પણ કરતા નથી. આપણે જ્યારે વિદેશયાત્રા પર હોઈએ ત્યારે આપણો દેશ ઘણી બાબતો માટે યાદ આવે છે. તેમાંથી એક છે આપણા દેશનો આધ્યાત્મિક શૃંગાર. ઘણી વખત એવું લાગે છે કે આધ્યાત્મિક જાગૃતિ જ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશે. યોગાચાર્ય બાબા રામદેવે ‘જાગો સ્વાભિમાન આંદોલન’ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જે અભિયાન ચાલુ કર્યું છે, તે કેટલીક રીતે યોગ્ય છે કે યોગથી જાગૃત થયેલા લોકો ઈમાનદારીને સારી રીતે સમજી શકશે. જેટલી તીવ્રતા સાથે ‘ઈમાનદાર બનો’ નો સંકલ્પ ફેલાશે તેટલી ભ્રષ્ટાચાર દૂર કરવામાં સરળતા રહેશે.ઉચ્ચ વિચારમાં ‘સાદગી’ શબ્દની આધ્યાત્મિક વ્યાખ્યાને સમજવી પડશે. એટલે કે ઈમાનદારી, સમજદારી અને બહાદુરીના ત્રણ ગુણ જ સાદગી છે. ભૌતિક યોગ્યતાઓ આપણને સુખ-સુવિધાઓથી સંપન્ન બનાવી દેશે, પરંતુ જો મગજની વિકૃતિ દૂર કરવી હોય અને સમગ્ર વ્યક્તિત્વ પ્રેમભર્યું રહે એવું કરવું હોય તો અધ્યાત્મ જ કામ લાગશે. આથી દરેક ભારતીયોએ યોગનો ઉપયોગ દેશને ભ્રષ્ટાચારમુકત બનાવવા માટે પણ કરવો જોઈએ.

જે કહ્યું માને

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું  ’મેહુલ’  અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે. માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ? પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ? આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

Vivek Kothiya
Mo : 09712833221


 

Saturday, February 18, 2012

ધર્મમાં ચોંટી રહેતા દેશો ગરીબ રહે છે

Subject: FW: DAUGHTERS : God Given Gifts To Parents THOSE WHO HAVE DONE GOOD DEEDS IN PREVIOUS LIFE WOULD HAVE THE GOD GIVEN GIFT OF A DAUGHTER DAUGHTER, FATHER'S HEART AND SOUL દીકરી બાપના દિલની શાતા.... ........ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી ANYTIME IF PARENTS FEEL BEING SURROUNDED BY ALL THE WORLD'S UNHAPPINESS મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો. THAN TRY TO SPEND SOME TIME WITH YOUR DAUGHTER WITH ALL YOUR HEART તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો. TALK TO HER WITH ALL YOUR FRANKNESS WITH AN OPEN HEART ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે. THAN YOU WILL ACQUIRE MORE THAN MOUNT EVEREST'S COOLNESS AND EXPERIENCE THE UTMOST PEACE દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી. DAUGHTER IS PARENT'S ETERNAL BREATH THAT YOU CANNOT LIVE WITHOUT AND WHEN THE TIME COMES YOU CANNOT LEAVE IT ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે. GOD HAS CREATED THE DAUGHTER AND HAVE MADE A FAVOUR TO THE PARENTS દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે. THE DAUGHTER'S LOVE TOWARDS PARENTS IS ALWAYS THE SAME FROM BIRTH TO ETERNITY દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. THE DAUGHTER WILL GO TO ANY CORNER OF THE EARTH BUT WILL NEVER BE FAR FROM PARENT'S HEART દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે. THE ATTACHMENT OF THE DAUGHTER WITH THE PARENTS WILL NEVER BE LOOSE. DAUGHTER IS THE REAL TRUTH. દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે... A SON SOMETIMES COULD BE IN A DOUBTFUL SITUATION. MAY BE THAT'S WHY OUR LEARNED ANCESTORS ALWAYS SAID A DAUGHTER IS A FATHER'S HEART... કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસુ વહે છે. AND THE HUMAN BRAIN. AND THAT'S WHY ANYTIME THE DAUGHTER MARRIES AND GOES AWAY WITH HER HUSBAND, THE PARENTS SHED TEARS. નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.. ENSURING OF ONE'S SELF, THOSE WHO HAVE DONE GOOD DEEDS IN PREVIOUS LIFE WOULD HAVE THE GOD GIVEN GIFT OF A DAUGHTER.

VIVEK KOTHIYA ધર્મમાં ચોંટી રહેતા દેશો ગરીબ રહે છે

એક શ્ર્લોકમાં સુખનો સાગર

એક શ્ર્લોકનો માનસિક અને સમાજશાસ્ત્રીય પ્રભાવ જાણવો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ૬૩મો શ્ર્લોક જ કાફી છે! ‘અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાંયકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું.’ઉપર જે ઉતાર્યું છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યંત લોકપ્રિય અને નિયમિત વંચાતા ગ્રંથ શિક્ષાપત્રીના ૬૩મા શ્ર્લોકનો બેઠો અનુવાદ છે. આ શિક્ષાપત્રી વાંચતાં વાંચતાં એવું સમજાય છે કે ભગવાન સ્વામિનારાયણ અત્યંત વિચક્ષણ સત્પુરુષ હશે. શિક્ષાપત્રીનો પ્રત્યેક શ્ર્લોક વાંચતાં વાંચતાં ભગવાન સ્વામિનારાયણમાં રહેલા સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ફિલસુફ, માનસશાસ્ત્રી અને વૈજ્ઞાનિક દર્શન આપોઆપ થાય. શિક્ષાપત્રીની પ્રત્યેક કડી એક એક સોનામહોર હોય તેવું લાગે. આજે આ શિક્ષાપત્રીના ઉપર ટાંકેલા ૬૩મા શ્ર્લોકની વાત અહીં કરવી (લખવી) છે. સામાન્ય રીતે સામાન્ય માનવી જે રીતે ગાવા માટે અહીં દર્શાવાયું છે તેમ ઉચ્ચ સ્વરે ગાવા માટે ક્યારેય ટેવાયેલો હોતો નથી. તેનું કારણ એ છે કે સરાસરી પ્રત્યેક વ્યક્તિનો કંઠ મધુરો હોતો નથી સૂર અને તાલનું ભાન પણ દરેકમાં હોતું નથી. તેથી જો પ્રત્યેક સામાન્ય વ્યક્તિ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે ઉચ્ચ સ્વરે ગાવા જાય તો લોકો તેને મૂર્ખ, ગાંડો કે અક્કલ વગરનો ગણે, તેથી તેથી લોકો તે ટાળતા હોય છે. પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિને ગાવું ગમતું હોય છે ગાન વ્યક્તિને હળવો બનાવી મૂકે છે. પણ ઉપર બતાવ્યા તેવા કારણોસર આમ જનસમૂદાયનો એવરેજ સભ્ય કશેય ગાવાનું પસંદ નથી કરતો. ભગવાન સ્વામિનારાયણે અત્યંત વિચક્ષણતાથી આનો રસ્તો કાઢ્યો છે. માણસના મનમાં દિવસ દરમિયાન જે વેદનાઓ સંગોપાય તે જો નીકળી જાય તો માણસ હળવો ફૂલ થઇ જાય અને પરિણામે તેના કુટુંબ માટે તેના મિત્ર માટે તે એક હળવું વ્યક્તિત્વ બની જાય. એટલે ભગવાને કહ્યું કે સાયંકાળે મંદિરમાં જઇને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું. વાત આટલેથી અટકતી નથી. આગળ વધે છે. ભગવાન સ્વામિનારાયણની વિશિષ્ટતા તો જુઓ વ્યક્તિ મંદિરમાં આવીને ઉચ્ચ સ્વરે (મોટા અવાજે) ભજન ગાય તો તેને કોઇ અયોગ્ય પણ ન ગણે. ઉલટું આવા ગાનાર પ્રત્યે લોકો સન્માનથી જુએ. લોકો એવું સમજે કે આ ભાઇ (કે બહેન) કેવા શ્રદ્ધાપૂર્વક ભજન કરે છે! માણસની શરમ પણ આ જ કારણસર મંદિરમાં ભગવાન સમક્ષ ઉચ્ચ સ્વરે કીર્તન કરતી વખતે ખરી પડે છે. અને માનસશાસ્ત્રીય રીતે આવું ભજન કરનારનું મન હળવું થઇ જાય છે. પરિણામે એક અદ્ભુત માનસિક શાંતિ ઉચ્ચ સ્વરે કીર્તન કરનારને પ્રાપ્ત થાય છે. અત્યારે મ્યુઝિક થેરપીથી દર્દીને સાજો કરવાના પ્રયોગો ચાલે છે પણ ભગવાન સ્વામિનારાયણ તો આ વાત ૨૦૦ વર્ષ પહેલાં સમજી ચૂક્યા હોય તેમ જણાય છે. માણસ ઉચ્ચ સ્વરે કીર્તન કરે એટલે તેની ભક્તિમાં પણ વધારો થાય. ઈશ્વર પ્રત્યેનું ઇન્વોલ્વમેન્ટ વધે એટલે પોતાનામાંની શ્રદ્ધા વધે અને આ શ્રદ્ધામાંથી પ્રગટે આત્મવિશ્વાસ. આવો આત્મવિશ્વાસ મેળવનાર માણસ આપોઆપ સ્વસ્થ થઇ જાય. જોયું? કેટલાં પગથિયાં છે? અને તે બધા માત્ર એક ક્રિયામાં સમાઇ જાય છે! ઉપરની વાત સમજાયને તો માણસનો બેડો પાર થઇ જાય! આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે. ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે. ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે. પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો. પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે. આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે. આપણી કેળવણી લખવા આધારીત રહી છે. આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે. આ ધરબાવાપણું કાં તો માનસિક અસમતોલન અને કાં તો શારીરિક અસમતોલન લાવી મૂકે છે. ભગવાન સ્વામિનારાયણે આ સૂક્ષ્મ વાત બહુ સહજ રીતે પકડી. પરંતુ એ યુગમાં વાણી સ્વાતંત્રયની કે સંવાદની વાત હરિભક્તોને ગળે ઉતારવી કદાચ સહેલી નહીં લાગી હોય એટલે ભગવાન વ્યક્તિગત રીતે અભિવ્યક્તિનો એક અભિનવ માર્ગ દરેક ભક્ત માટે ખોલી આપ્યો. આજે પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં સાયંકાળે જાવ તો કોઇકને કોઇક હરભક્તિ તો ભગવાનની મૂર્તિ સામે બેસીને મુક્ત કંઠે અને ઉચ્ચ સ્વરે કીર્તન ગાતો નજરે પડશે જ. અહીં એક બીજી વાત પણ નોંધવા જેવી છે. ઉપર જે વાત કરી તે તો કુટુંબ ધરાવતા માણસની કરી, પણ જે માણસ એકલવાયું જીવન જીવતો હોય અને દિવસનો મોટા ભાગનો સમય ભગવાનને સમર્પિત કરતો હોય તેની માટે તો શિક્ષાપત્રીની આ ૬૩મી કડી આશીર્વાદરૂપ છે કારણ કે એકલતામાંથી જન્મતી વેદનાનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાથી બાષ્પીભવન થઇ જાય છે. માણસને એકલું લાગતું નથી ઉલટું ઈશ્વર સાથે સીધું જોડાણ હોય તેવો ભાવ મનમાં ઉત્પન્ન થાય છે અને પરિણામે એકલવાયાપણાનો થાક લાગતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની દરેક કડી માટે એક એક કથા કરી શકાય એટલી તાકાત છે. પણ, આપણે તો આજે તેમાંની એક કડીનું સામાન્ય વિશ્લેષણ કરીને જ અટકીએ. આચમન તો આટલું જ હોય! ઇતિ સિદ્ધમ્: ‘સુખ શીતળતા મળતાં જ હવે, દુ:ખમાં બળતું મન ‘હાશ’ કરે.’-

Thursday, February 16, 2012

તમારી આઝાદીને ભૂલી જાવ...

લગ્ન અગાઉ પુરુષ મોરલા જેવો હોય છે, યથેચ્છ ફરીને મન થાય ત્યારે કળા કરી શકે છે. સગાઇ થયેલ પુરુષ સિંહજેવો છે, તે લગ્ન સુધી મોટેથી ત્રાડો પાડી શકે છે. જ્યારે પરણેલ પુરુષ સાવ ગધેડો છે. છતાં લગભગ દરેક પુરુષ માટે ગર્દભ બનવું તેની નિયતિ બની રહે છે. કાયદાએ ભલે એવું કહ્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક વર્માએ પરણેલા પુરુષોને મોઢામોઢ કહી દીધું કે લગ્ન પછી પુરુષોએ પોતાની આઝાદીને ભૂલી જવી જોઇએ. લગ્ન કરવાં હોય તો પુરુષે તેની કિંમત ચૂકવવી જ પડશે. જસ્ટિસે એમ પણ ઉમેર્યું કે લગ્ન થઇ ગયા પછી આઝાદીનો પ્રશ્ન ઊભો થતો જ નથી. છુટાછેડાના એક કેસમાં પતિને સલાહ આપતાં જસ્ટિસે જણાવ્યું છે કે જો તમે ખુશ રહેવા માગતા હો તો તમારે એ જ કરવું જોઇએ, જેની તમારી પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય. મારા ગીધુકાકા એવું માને છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ અનુભવવાણી જ પેલા ડાયવોર્સ-વાંછુ પતિ આગળ ઉચ્ચારી હશે, કારણ એ જ કે ગમે તેટલો મોટો ન્યાયાધીશ હોય તો પણ તે કોર્ટમાં જ ન્યાયાધીશ હોય છે. ઘેર આવ્યા પછી તે એવરેજ હસબન્ડ-સરેરાશ પતિ જ બની જાય છે. કોર્ટની માફક તે ઘરમાં પણ લાકડાની હથોડી ટેબલ પર પછાડી, પત્ની સામે જોઇ ‘ઓર્ડર... ઓર્ડર’ એવી રાડો ન પાડી શકે. પાડે તો શોભે પણ નહીં. જે છુટાછેડાના કેસમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટિસે પતિને ટપાર્યો એ કર્નલ છે, યોદ્ધો છે, ફાઇટર છે. જોકે આમ પણ પુરુષ લગ્ન કરે છે એ દિવસથી તે ફ્રીડમ ફાઇટર થઇ જતો હોય છે. આ કેસમાં બે વર્ષ પહેલાં પતિ અને પત્નીએ પરસ્પરની સંમતિથી એકબીજાથી છુટા પડવા માટે અરજી કરી હતી, હવે પત્નીએ છુટાછેડા અંગેની પોતાની સંમતિ પાછી ખેંચી લીધી છે. આવું કેમ થયું હશે? શક્ય છે કે એ સ્ત્રીને તેની કોઇ સખીએ ભડકાવી હશે કે ‘અલી દાધારંગી, તારાથી છુટો પડીને કર્નલ સુખી સુખી થઇ જશે, કંઇ સમજણ પડે છે, બાઘી!’- આ સાંભળી તે બરાડી હશે કે શું વાત કરે છે! હું હજી બાર વરસની બેઠી છું ને એ પિટ્યો સુખી થશે! હું ડાયવોર્સ આપીશ તો સુખી થશે ને! એટલે તેણે ના પાડી, છુટાછેડાની. પરંતુ આ આખાય ખટલામાં ગીધુકાકાને એ ના સમજાયું કે ન્યાયમૂર્તિ પોતે પુરુષ હોવા છતાં કહેવા જેવું ને નહીં કહેવા જેવું બધું જ પેલા પીડિત-પતિને જ કહ્યું. એક પણ બોધક શિખામણ માથાભારે પત્નીને ન આપી. ખરેખર તો તેમણે પતિ-પત્ની બંનેને એક સાથે ધમકાવી નાખવાં જોઇતાં હતાં, તો જ આ ન્યાયી પુરુષે અન્ય પુરુષને, સહાનુભૂતિથી જોયો છે એવી છાપ પુરુષસમાજ પર પડત. ***** લગભગ ત્રણ હજાર વર્ષ અગાઉ ભગવાન મનુ થઇ ગયા. ‘મનુસ્મૃતિ’માં મનુએ સ્પષ્ટપણે લખ્યું છે કે ‘ન સ્ત્રી સ્વાતંત્રય આહૂતિ’... ગુજરાતીમાં કહીએ તો ‘સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી.’ ભગવાન જેવા ભગવાને આવું કહ્યું છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયવિદ્ એમ કહે છે કે પુરુષ એકવાર પરણી જાય પછી તેની સ્વતંત્રતા જતી રહે છે. આ જ વાત રમૂજમાં આ રીતે કહેવાઇ છે. ‘લગ્નવિધિ વખતે મંગળફેરા વેળા પુરુષ સ્ત્રીને દોરતો હોય છે. એ પછી એના નેતૃત્વનો અંત આવે છે.’ ***** લગ્ન એટલે શું એની બધાને ખબર છે, કુંવારાઓને તેની વધારે જાણ હોય છે. એક અનુભવી ચિંતકે જે કહ્યું છે એ પણ તેના ધ્યાન બહાર નથી કે લગ્ન અગાઉ પુરુષ મોરલા જેવો હોય છે, જ્યાં ફરવું હોય ત્યાં યથેચ્છ ફરીને મન થાય ત્યારે કળા કરી શકે છે - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા! સગાઇ થયેલ પુરુષ સિંહજેવો છે, તે લગ્ન સુધી મોટેથી ત્રાડો પાડી શકે છે, લગ્ન બાદ તે બકરી બેં થઇ જાય છે અને પરણેલ પુરુષ સાવ ગધેડો છે. છતાં લગભગ દરેક પુરુષ માટે ગર્દભ બનવું એ જાણે તેની નિયતિ બની રહે છે. (કેટલાક પુરુષો બબ્બે વખત ગર્દભ બનવાનું પસંદ કરે છે- ભોગ એમના, એમાં આપણે શું કરી શકવાના!) ***** મારા પર એક વાચકનો પત્ર છે. તે લખે છે કે પહેલાં મને જ્યારે પૂછવામાં આવતું કે હજી તું કુંવારો જ છે? ત્યારે હું ગર્વથી કહેતો કે રામ રાખે તેને કોણ ચાખે? પરંતુ દિવસે દિવસે મારો ગર્વ તૂટવા માંડયોછે, કેમ કે મારી માનો હું પાંત્રીસ વર્ષનો એક માત્ર દીકરો છું. સ્વાભાવિક છે કે મા પ્રત્યે મને અનન્ય પ્રેમ હોય. આને લીધે સમાજમાં મારી માવડિયાની છાપ છે. લગ્નબજારમાંથી ધીરે ધીરે હું બહાર હડસેલાતો જતો હતો, પરંતુ મારી માની હાલત આજ-કાલ ખર્યા પાન જેવી છે એ જોયા-જાણ્યા પછી એક છોકરીએ મહેરબાનીના ધોરણે મારી પત્ની થવાનું પસંદ કર્યું છે. અમારી સગાઇ થઇ ગઇ છે. હવે મને ચિંતા એ થાય છે કે લગ્ન પછી હું મારી મધરનું જ કહેવું માન્યા કરીશ તો મને માંડ મળેલી વાઇફ નારાજ થઇ જશે ને તે કહે તેમ વર્તીશ તો સગાં-સ્નેહીઓમાં મારી છાપ હેનપેકડ હસબન્ડની, મરઘાભાઇની પડી જશે ને મારી માને એ નહીં ગમે. તો સુખી થવા માટે મારે શું કરવું જોઇએ? માને પૂછીને સગાઇ તોડી નાખું કે પછી... યોગ્ય સલાહ આપશો. આભાર. મૂંઝાયેલા એ યુવાનને અંગત પત્ર લખવાને બદલે જાહેરમાં જણાવવાનું કે આવી નાજુક પરિસ્થિતિમાં વધુ પડતા સેન્સિટિવ ના થવું. બ્રેકેબલ હોવા છતાં સગાઇ તોડવી નહીં કે આ અંગે માની સલાહ માગવી નહીં. તમને મોટી ઉંમરે પરણનાર કેવા સંજોગોમાં મળી છે એની માને તો ખબર હોય જ ને! એટલે માને ફકત માહિતી આપવી કે જો બા, તારી સાથે મેં ઘણાં વર્ષો કાઢયાં, એમ સમજને કે પાંત્રીસ વરસ પૂરાં કર્યા. લોકોએ મને માવડિયો- સનમાયકા કહ્યો. કહે. લોકોને બીજો ધંધો નથી. હવે પરણ્યા પછી પાંત્રીસ, ચાલીસ કે પચાસ વરસ સુધી ભલે બધા મને વહુઘેલો કહે, તારે માઠું નહીં લગાડવાનું. અને મા આમ તો પાછી ઉદાર હોય છે, તેને મન મનાવતાં આવડતું હોય છે. મા તો માફ કરી જ દેવાની. મા કોને કહી છે! ***** અલબત્ત મારા ગીધુકાકા પણ એ જ મતના છે કે સંસાર સરોવરમાં તરતાં ન આવડતું હોય છતાં તરી જવાની ઇચ્છા હોય તો પત્ની કહે તે અને કહે એટલું જ કરવું. તો જ ગૃહમોરચે સુખ અને શાંતિ અનુભવાશે. બુદ્ધિશાળી, હા, બુદ્ધિશાળી-બુદ્ધિજીવી નહીં પાછા, એ સાવ અલગ કોમ છે. બુદ્ધિશાળી પુરુષોને આની પાકી ખબર છે. આનું ઉત્તમ ઉદાહરણ નાગરબંધુઓ છે. તેઓ પોતાની તમામ શક્તિ, બાહોશી, કુનેહ વગેરે રાજ્યકારભારમાં વાપરતા. આજે પણ રાજ-કાજ ક્ષેત્રે નાગરોનું વર્ચસ્વ છે. લગ્ન કરીને સખી ઘરના ઉંબર પર પગ મૂકે કે તરત જ ભાઇસાહેબ તેની સાથે કામની વહેંચણી કરી દે. કહી દે કે હે સન્નારી, આજથી તમે ગૃહસામ્રાજ્ઞી. તમારા ઘરના વહીવટમાં હું સહેજ પણ ચંચૂપાત નહીં કરું. રસોડામાં ક્યારેય પૂછવા નહીં આવું કે આજે તમે કઇ વાનગી પકાવવા ઇચ્છો છો? દાળ-શાકમાં કોઇકવાર મીઠું -મરચું વત્તું-ઓછું પડી જશે તો પણ એ અંગે તમારો ખુલાસો નહીં માગું. મને સ્વાદની પરખ છે કે નહીં એની પરીક્ષા કરવા જ તમે મરચા-મીઠામાં માત્રાફેર કર્યો છે એવું માની લઇને મોં બગાડ્યા વગર પીરસણ પ્રેમથી જમી લઇશ. પરંતુ કોઇ તમને રાજ-ખટપટ, નોકરીમાં પાણિચું, પ્રમોશન કે ટ્રાન્સફર જેવી વિગત પૂછવામાં આવે તો તેને સુણાવી દેવાનું કે મને એમાં સમજ ના પડે. એ માટે તમે માંકડ, મચ્છર, હાથી કે મંકોડી (વોટ એવર ધ કેસ મે બી)સાહેબને જ મોઢામોઢ પૂછી લોને! જોકે કહેવા જેવી, ખાસ તો તમને રસ પડે એવી બધી જ વાતો તમને હું ચોક્કસ જણાવીશ. તમને ક્યારેક સલાહ આપવાનું મન થાય તો આપજોય ખરા, હું તે અવશ્ય સાંભળીશ. ***** લેખ પૂરો કરતાં એક મારી અંગત વાત પણ કરી લઉં. પત્ની સાથે જમવા બેસીએ ત્યારે પત્નીના પીવાના પાણીનો ગ્લાસ ભરીને હું જ તેની પાસે મૂકું છું. આથી પત્નીને સારું લાગે છે એ કરતાંય મને એ વાતે વધારે સારું લાગે છે કે હું પીવડાવું એટલું જ પાણી તે પીએ છે. આ કારણે મારો ‘ઇગો’ હરખાય છે- દિલ કો બહલાને કે લિયે વિનોદ, યે ખયાલ અચ્છા હૈ...

ઇશ્વર મોકલે તે ઇ-મેઇલ!

હૃદયનું નિર્માણ તો પૃથ્વી પર ક્યાંક સામે મળી જતા અજાણ્યા આદમીને આત્મીય ગણવા માટે થયું છે એ જ હૃદય ઇશ્વર તરફથી મળતી ઇ-મેઇલ વાંચવા માટે સર્જાયું છે. મન જૂઠું બોલે, હૃદય કદી જૂઠું ન બોલે.ઇ-મેઇલ એટલે ઇશ્વર તરફથી મળતી ટપાલ. એક ઇ-મેઇલ ભક્તકવિને મળતી હતી: ‘સૂની હો મૈને હરિ આવન કી આવાઝ!’ એ હતી પ્રેમદીવાની મીરાં. કૃષ્ણની ઇ-મેઇલ મીરાંને મળી! કાનનું નિર્માણ મોબાઇલ ફોન સાથે ચોંટી જવા માટે નથી થયું. આંખનું નિર્માણ ટીવીના પડદા પર ખોડાઇ રહેવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ કાર્ડિયોગ્રામ લેનારા યંત્ર પર ધબકારા નિહાળવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ તો પૃથ્વી પર ક્યાંક સામે મળી જતા અજાણ્યા આદમીને આત્મીય ગણવા માટે થયું છે એ જ હૃદય ઇશ્વર તરફથી મળતી ઇ-મેઇલ વાંચવા માટે સર્જાયું છે. મન જૂઠું બોલે, હૃદય કદી જૂઠું ન બોલે. ગમે તેવા મવાલીનું હૃદય પણ સત્યવાદી હરિશ્વંદ્ર જેવું સાચાબોલું હોય છે. ઇ- મેઇલ એટલે ઇશ્વર તરફથી મળતી ટપાલ. એક ઇ-મેઇલ ભક્તકવિને મળતી હતી: ‘સૂની હો મૈને હરિ આવન કી આવાઝ!’ એ હતી પ્રેમદીવાની મીરાં. કૃષ્ણની ઇ- મેઇલ મીરાંને મળી! જગતનું સૌથી પવિત્ર તીર્થસ્થાન એટલે પ્રેમને કારણે ઘાયલ થયેલું હૃદય. સદીઓથી મનુષ્યના હૃદય પર હુમલા થતા જ રહ્યા છે. લશ્કરની કવાયત જોવામાં તો આકર્ષક લાગે છે, પરંતુ કંઇ કેટલાંય હૃદયો માટે તો એ ક્યામતનો સામાન બની જાય છે. એકવીસમી સદીમાં પણ જો માણસ પોતાની મૂર્ખતા ન છોડી શકે, તો માનવતાનું અકાળ મૃત્યુ થઇ શકે છે. પુષ્પતા અને માનવતાનું નિર્માણ કચડાઇ જવા માટે નથી થયું. મોસમનો પહેલો વરસાદ પડે અને માણસને કોઇ ભીનું સ્મરણ ન પજવે એવું બને ખરું? મેઘદૂત મહોત્સવ પછી ધરતીનું હૃદય તરબોળ થાય ત્યારે માણસના હૃદયને પણ તરબોળ થવાની ઝંખના પજવતી રહે છે. ઘાયલ માણસનું હૃદય વાદળના કુળનું હોય છે. પાણીપોચું અને પેટ છુટું વાદળ ક્યાંક વરસી પડે એ જ એનો વાસનામોક્ષ! એક રૂપવતી યુવતીના ચહેરા પર ઓચિંતો સફેદ ડાઘ પ્રગટ થયો. કોઢનો વહેમ પડ્યો અને ટ્રીટમેન્ટ શરૂ થઇ ત્યારે એ સ્ત્રીના પ્રેમમાં ડૂબેલા પ્રિયજને કહ્યું: ‘તારા આખા શરીરે કોઢ ફેલાઇ જાય અને તારા દેહનું આકર્ષણ ઓસરી જાય તોય મારા પ્રેમમાં કોઇ જ ફરક નહીં પડે. હું તને પ્રેમ કરું છું, તારી ચામડીને નહીં. આ બાબતે તું નિશ્વિંત રહેજે.’ કાળક્રમે પેલો ડાઘ એક નાનું ટપકું બનીને રહી ગયો. વર્ષો વીતી ગયાં અને એ સ્ત્રીએ એના પ્રેમીને દગો દઇને બીજો લવ-અફેર શરૂ કર્યો. હૈયાસૂના હોવામાં કેટલી નિરાંત! વરસાદ તૂટી પડવાની તૈયારીમાં છે. હવામાં ભીનાશનો ભાર વરતાય છે અને હૃદયમાં પ્રતીક્ષાની સુગંધ વરતાય છે. પ્રતીક્ષાનું કુળ પ્રાર્થનાનું છે. વૃક્ષનાં પાંદડાંને બધી ખબર પડી ગઇ છે. પાંદડે પાંદડે અફવા ફેલાઇ ગઇ છે કે ભીનાશનું આકાશી આક્રમણ હવે દૂર નથી. પવનનો મિજાજ બદલાઇ ગયો છે. માણસનો મિજાજ ઝટ નથી બદલાતો. એને કાર્ડિયોગ્રામમાં શું આવ્યું તેની ચિંતા થાય છે, પણ વરસાદ સાથે શું શું આવ્યું તેની ગમ નથી પડતી. પ્રતીક્ષા અને પ્રાપ્તિ નામની બે સખીઓ માણસને પ્રાર્થના એટલે શું તે સમજાવે છે. પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી એ વાણિયાવૃત્તિ છે. જેમ તરસ અને તૃપ્તિનું મિલન થાય, તેમ પ્રતીક્ષા અને પ્રાપ્તિનું મિલન થવું જોઇએ. પ્રતીક્ષા એ જ પ્રાર્થના! મધ્યરાત્રિએ ટહુકા સંભળાય ત્યારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું કાવ્ય ‘મધ્યરાત્રિએ કોયલ’ યાદ આવે છે. ટહુકો દૂરથી વહી આવે ત્યારે મંગલ શબ્દ’ વહી આવતો હોય એવો ભાવ જન્મે છે. આસપાસ ભીનાશનું સામ્રાજ્ય જામ્યું છે. મહાકવિ કાલિદાસ પ્રણયમગ્ન રાજા પાસે કવિતાનું ગાન કરાવે છે. રાજા કહે છે: ‘મારો માલવિકા સાથેનો પ્રેમ એટલે પ્રણયવૃક્ષ. માલવિકા વિશે પહેલી વાર સાંભળ્યું એ એનું મૂળ અને એને પહેલીવાર નજરે નિહાળી એ એનું અંકુર. એના હાથનો સ્પર્શ થયો ને રોમાંચ થયો એટલે જાણે કળીઓ ફૂટી! હવે આ પ્રેમનું વૃક્ષ મને એના ફળનો આસ્વાદ કરાવે.’ (અનુવાદ: ડૉ. ગૌતમ પટેલ).. જ્યારે માણસ નિજાનંદના કલાકો પામે ત્યારે એક દિવસમાં ત્રણ દિવસ જેટલું જીવન રેડાતું હોય એવો અનુભવ પામે છે. આયુષ્યને લાંબું કરવાનો એક માર્ગ એ છે કે દિવસને ભર્યો ભાદર્યો બનાવીને સાર્થક કરવો. સાર્થક જીવનમાં આયુષ્યની લંબાઇનું નહીં, રસદીક્ષાનું મહત્વ હોય છે. ઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું. કોઇ પણ માણસ પોતાની અપ્રામાણિકતા અકબંધ રાખીને ઘાયલ ન થઇ શકે. દર્દ કેટલી પવિત્ર બાબત છે, તે હજી દુનિયાને નથી સમજાયું. લોકો જેને ગઝલ કે શાયરી કહે છે, તે તો વાસ્તવમાં તીરથી વિંધાયેલા હરણની મરણચીસ હોય છે. મોસમનો પહેલો વરસાદ થયો ત્યારે કોનું સ્મરણ થયું? આ પ્રશ્નનો જવાબ ખાનગી રહે તેમાં જ સંસારની સલામતી રહેલી છે. આપણો સમાજ ખૂબ કાનગંદો, મનગંદો અને વાણીગંદો છે. ક્યાંક ઊગેલું પ્રેમપુષ્પ રોગી માણસ નિંદાકૂથલીના ઉકરડા પરથી જ નિહાળતો રહે છે. પુરુષોની એક કુટેવ બડી ખતરનાક છે. એ કોઇ પણ નિર્ભય અને મળતાવડી સ્ત્રીને ‘ચાલુ’ કહીને વગોવવાની ઉતાવળમાં હોય છે. જેઓ સંબંધવંચિત અને પ્રેમવંચિત હોય, એમનો ‘પાસટાઇમ’ સમાજ માટે ખતરનાક સાબિત થાય છે. સમાજ કેટલો રુગ્ણ છે, તે જાણવું હોય તો પુરુષો ભેગા મળે ત્યારે થતી વાતો સાંભળવી. એ વાતોમાં કાયમ એક ‘ચાલુ’ સ્ત્રીની ટીકા થાય ત્યારે તમને તરત સર્વસંમતિ થતી જોવા મળશે. ધન્ય છે એવી સ્ત્રીઓને, જેમણે આવા ગંદા પુરુષોની અવગણના કરીને પોતાની પર્સનાલિટી જાળવી રાખી છે. તમે જરાક બારીકાઇથી એ ગંદા પુરુષોની દુનિયામાં ડોકિયું કરશો, તો જણાશે કે તેઓ ‘રહી ગયેલા’ લોકો છે. જે સ્ત્રીની તેઓ સ્વાદપૂર્વક અમથી નિંદા કરી રહ્યા છે, તેમને તે સ્ત્રીએ ક્યારેક ‘ના’ પાડવાની ગુસ્તાખી કરી હશે. સામા પુરુષ સાથે હસીને વાત કરનારી સ્ત્રીની ખાનગીમાં કૂથલી થાય એવા સમાજમાં દર્દમંદ શાયર કેમ કરીને ટકે? ચિક્કાર ઓડિટોરિયમમાં ગઝલ પેશ થાય, ત્યારે ઊછળી ઊછળીને દાદ આપનારાં પતિ-પત્ની ખુરશી પર પાસપાસે બેઠાં હોય છે. બંને જાણે છે કે ગઝલ પ્રિયતમા પર લખાય છે, પત્ની પર નથી લખાતી. જીવનમાં જે પ્રાપ્ત ન થયું, તે ગઝલમાં મળી ગયું! હૃદય સત્યવાદી હરિશ્વંદ્ર બની ગયું! આજકાલ મારા હૃદય પર કૃષ્ણ સવાર થયા છે. એક એવું પુસ્તક મળી ગયું, જેને કારણે મારો શ્રાવણ સાર્થક થયો. આવું બન્યું તે માટે આપણી ભાષાના મૂર્ધન્ય સારસ્વત અને સાહિત્યકાર ભોળાભાઇ પટેલ જવાબદાર છે. એમણે એક પુસ્તક પ્રેમથી મોકલી આપ્યું: ‘વૃંદાવન મોરલી વાગે છે.’ (સંપાદન: ભોળાભાઇ પટેલ અને અનિલા દલાલ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂ. ૧૬૦). સંપાદકોએ ભારતીય કૃષ્ણભક્તિની કવિતાને કેન્દ્રમાં રાખીને જે પ્રાસ્તાવિક લખ્યું છે તે અદ્ભુત છે. અહીં માત્ર એક અંશ પ્રસ્તુત છે:‘ભાગવતના પ્રારંભમાં ભક્તિ નારદમુનિને કહેતી સંભળાય છે: હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઇ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી અને ગુજરાતમાં વૃદ્ધત્વને પામી. પણ પછી પોતે વૃંદાવનમાં સ્વરૂપવાન નવયુવતી થઇ, એવું ભક્તિએ કહ્યું હતું. (અલબત્ત, ભક્તિની આ ઉક્તિ મૂળ ભાગવતના રચનાકાળની છે)’ ભારતનાં બધાં જ રાજ્યોની લોકભાષાઓમાં કૃષ્ણની મોહિની કેટલી પ્રબળ રીતે પહોંચી છે તેનો ખ્યાલ આ પુસ્તક વાંચ્યા વિના ન આવે. કોઇ કૃષ્ણભક્ત ગુજરાતી આ પુસ્તક વાંચવાનું ટાળી ન શકે. વેદમાં મનુષ્યને ‘ભૂમિપુત્ર’ ગણાવવામાં આવ્યો છે. જે ભૂમિપુત્ર હોય તેણે વૃક્ષમિત્ર, પુષ્પમિત્ર, વરસાદમિત્ર, આકાશમિત્ર અને વિશ્વમિત્ર બનવું જ રહ્યું. આજનો માણસ કેળું ખાય છે, પણ કેળ સાથે એને કોઇ સંબંધ રહ્યો નથી. એ લીંબુનું શરબત પીએ છે, પણ લીંબણમાતા સાથે એને કોઇ લેવાદેવા નથી. રોજ સવાર તો પડે છે, પણ સૂર્યોદય અપરિચિત રહી જાય છે. માણસ સંબંધ વિનાના સંબંધોની ભીડમાં અટવાઇ મરે છે. આજનો સિન્થેટિક માણસ જીવવાની ટેવને લીધે જીવતો રહે છે. અરે! આ ધોધમાર વરસાદ આવી પહોંચ્યો! અસ્તિત્વનો ઉત્સવ શરૂ થઇ ગયો છે. આપણું સમગ્ર બીઇંગ રોમેરોમથી થનગની ઊઠે એવો અદ્ભુત કલાક પૂરી આક્રમકતા સાથે આવી પહોંચ્યો છે. આવા થનગનતા અને મનગમતા કલાકનું અભિવાદન કરવાનું ચૂકી જાય તે માણસ ‘નાિસ્તક’ ગણાય. જો આવો એક કલાક એળે જાય, તો જીવન પાંજરાપોળ બની જાય એ શક્ય છે. ક્યારેક પાંજરાપોળમાં પણ બધી સગવડ હોય છે. ગમે તેટલી સગવડયુક્ત પાંજરાપોળ પણ ગૌશાળા ન બની શકે. જ્યાં માણસને ઊધ્ર્વમૂલ થનગનાટની અનુભૂતિ થાય ત્યાં ગોપાળકૃષ્ણ માંડ એક વેંત છેટા! પાઘડીનો વળ છેડે વિરહ દરમિયાન સ્નેહ ઓછો થાય એમ લોકો કહે છે, પણ એવું નથી. એવું ખરું કે વિરહ દરમિયાન એ ભોગવવાનું બનતું નથી. પરિણામે ધીરે ધીરે રસ એકઠો થતો જાય છે અને રસ વધે તેમ પ્રેમનો પૂંજ બનતો જાય છે.

મરવા કરતાં માર ખાવો સારો

આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?’ ‘હા, પણ મારા અંગત કારણસર. તેમને હું નખશિખ ઓળખી ગઇ છું, તેમને ‘ટેકલ’ કરતાં મને આવડી ગયું છે. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે. આપણે ત્યાં પત્ની થકી તેના સેલિબ્રિટી પતિની જાહેરમાં તો શું, ખાનગીમાં પણ પ્રશંસા કરવાનો રિવાજ પહેલેથી જ નથી. આપણા પૂર્વ પ્રધાનમંત્રી વી. પી. સિંહ પાગલ છે એવો કોર્ટ-કેસ તેમનાં બેટર-હાફ સીતાદેવીએ બિટર-હાફ બનીને તેમના પર ઠોકી દીધો હતો. એટલે કોઇ પત્ની તેના પતિના જાહેરમાં વખાણ કરે તો મને અંદરથી સારું લાગે છે. તારીખ ૨૧મી સપ્ટેમ્બરના ‘દિવ્ય ભાસ્કર’માં ઝારખંડના ચીફ જસ્ટિસ ભગવતી તેમનાં પત્ની લતાપ્રસાદની મીઠી નજરે ઝિલાયાં છે, જે વાંચતાં એવો વહેમ પડે છે કે જાણે ખુદ ભગવતીપ્રસાદજીએ પાંચને બદલે દસે દસ આંગળીઓ વડે પ્રભુને પૂજયા હશે. તેમનાં બેસુમાર વખાણ કર્યાં છે પત્નીએ. પત્ની જણાવે છે કે જસ્ટિસ પ્રસાદ દરેક બાબતે આદર્શ વ્યક્તિત્વના માલિક છે. અત્યંત શાંત સ્વભાવના છે મારા સાહેબ. કોઇ સ્ત્રી એના વરની કોઇપણ પ્રકારની ધાકધમકી વગર, કેવળ પ્રેમની શુદ્ધ ચાસણીમાં બોળેલું ‘સાહેબ’નું સંબોધન કરે એ કેટલું બધું મીઠું હોય છે એ મેં મારા સગા કાને સાંભળ્યું છે - રંજનબહેન દલાલ તેમના પતિ જયંતીલાલને સાહેબ કહેતાં, પરંતુ આ સન્નારી લતાબહેન માટે મારા સાહેબ (મારી એકલીના સાહેબ) બોલતી વખતે તેમનું મોઢું કેવું ભરાઇ જતું હશે એ હું કલ્પી શકું છું. (કહે છે કે સૌરાષ્ટ્રમાં તો પતિ ગમે એટલા મોટા હોદ્દા પર હોય તો પણ પત્ની માટે તો તે ‘ઇવડો ઇ’ જ છે.)બહેન ઉમેરે છે કે સાહેબ કોર્ટનું ટેન્શન ઘેર નથી લાવતા કે ઘરનું ટેન્શન કોર્ટમાં લઇ જતા નથી. (દરેક ટેન્શન પોતાના સ્થાને જ શોભે). જસ્ટિસ પ્રસાદની સહનશીલતા પર તેમનાં પત્ની ઘણાં પ્રસન્ન છે. સાહેબને કવિ-સંમેલનો બહુ જ ગમે છે ને એ માટે તે મોડી રાત સુધી જાગે છે પણ ખરા. (મળી ગયો ને તાળો સાહેબની સહનશક્તિ કેળવવાનો!). અલબત્ત, આ સુર્વગુણ સંપન્ન એવા જજસાહેબનાં પત્નીની અનેક સ્ત્રીઓને ઇષ્ર્યા આવતી હશે પણ મારા ગીધુકાકાને જસ્ટિસ ભગવતી પર એ વાતે ગુસ્સો આવે છે કે પત્ની પર તે ક્યારેય ગુસ્સો નથી કરતા, ક્યારેક પત્નીને તેમના પર ગુસ્સો આવે છે ત્યારે તે હસી પડે છે. આમાં પતિગીરી ક્યાં આવી? પત્નીને તો એક આંખે હસાવવી અને બીજી આંખે રડાવવી જોઇએ. જોકે હવે આવી કે તેવી કોઇપણ પ્રકારની સલાહ જજસાહેબોને આપવાનો અર્થ એટલા માટે નથી કે પાકા ઘડે કાંઠા કેવી રીતે ચડવાના! અને તેમના શાંત સ્વભાવને લીધે સાહેબ કોર્ટમાંય કોઇના પર મિજાજ ગુમાવી તાડુકતા નહીં - એને માટેય પ્રેક્ટિસ જોઇએને! ટૂંકમાં મરતાને મર કહેવાની પ્રકૃતિ નહીં. (આવા ન્યાયમૂર્તિનું કાળજું તો કોઇને ફાંસી સુણાવતાંય કંપી ઊઠે.) *** *** *** અને સર્વદુગુgણમાં સંપન્ન એવા મારી વાત કરું તો હું સાવ કાઢી નાખવા જેવો નથી એની મારા કુટુંબીજનોને ખબર છે, ને કાઢવા જતાં ખાસ કશું ઊપજે એમ નથી એનીય જાણ છે એ કારણે અત્યારે પણ હું ઘરમાં ટકી રહ્યો છું. આગળ મેં જેમનો ઉલ્લેખ કર્યો એ ભગવતી સાહેબના વાચનશોખ માટે તેમનાં શ્રીમતી લતાબહેન ગર્વ અનુભવે છે, કિન્તુ મારા પુસ્તક ખરીદી અને વાચનશોખ તરફ ઘરમાં કોઇ આદરથી જોતું નથી. ઉપરથી સંભળાવે છે કે તમે જોજો આ ઘર ગમે ત્યારે તૂટી પડશે તો એનું કારણ ધરતીકંપ નહીં, તમે ભરેલ પુસ્તકો જ હશે, એના ભારથી ઘર જમીનદોસ્ત થઇ જશે. હજી પણ કહું છું કે આમાંનાં થોડા ઢગલા સરકારની તરતાં પુસ્તકોની યોજનામાં પધરાવી દો જેથી આપણું ઘર ડૂબતું બચે! પણ મને ખાતરી છે કે મારું રાંકનું કહેવું તમે નહીં માનો. મેં હોંશે હોંશે બનાવડાવેલ કબાટોમાં તમે ચોપડીઓ ખોસી દીધી છે એટલે પહેરવાનાં કપડાં ઘરમાં ગમે ત્યાં રઝળતાં રહે છે. બસ, આવો સંવાદ, ના, આને સંવાદ ના કહેવાય, એક જ પાત્ર સતત બોલ્યા કરતું હોય એને એકાકિત કહેવાય. અમારા પુસ્તકપ્રેમની કદરરૂપે અમને અઠવાડિયામાં બે-ત્રણ વખત એકોક્તિના શ્રવણનો લાભ મળતો રહે છે. માણસ કુંવારો હોય કે પરણેલો, પણ તે સદાય સુખ અને શાંતિ ઝંખતો હોય છે. મારો ઘણો સમય વાંચન- લેખન, મિત્રોમાં મહાલવું અને ફોનાલાપ, આ બધામાં પસાર થઇ જાય. ખરેખર તો સ્ત્રી માટે આ શાંતિનું કારણ બનવું જોઇએ, એને બદલે તેમના માટે મારી સાથેના ઝઘડાનું કારણ બની જતું. બંને સ્ત્રીઓ સંપીને મારા પર તૂટી પડે કે અમારા બંનેનો ભવ બગાડ્યો! સિનિયર, મોટી એમ કહીને ખખડાવે કે મારું તો જાણે ઠીક, પણ બિચારી નલિનીને ભેખડે ભેરવી? અમને બંનેને દુ:ખી દુ:ખી કરી નાખ્યાં. આવા માણસો બબ્બે વખત શા માટે પરણતા હશે? આવું કહેનાર કૈલાસ અઢી દાયકા પહેલાં કૈલાસધામમાં સિધાવી ગઇ. હવે બીજી કોઇ કોઇવાર ટોણો મારવાનું ચૂકતી નથી કે તમારામાંથી બાપડી કૈલાસ તો છુટી, હું ક્યારે છુટીશ? (એમાંય વાંક તો આખે આખો મારો જ નીકળવાનો. મોટીને મેં સિનિયોરિટીના નિયમ હેઠળ નિવૃત્ત કરી નાખી ને જેની મને છોડવાની અદમ્ય ઇચ્છા છે તેને હું પરાણે પકડી રાખું છું. કેટકેટલી ગેરસમજો પ્રવર્તે છે મારા વિશે!! *** *** *** કહે છે કે સોક્રેટીસને તત્વચિંતક તેની બીજી પત્ની ઝેન્થાપીએ બનાવ્યો હતો. કવિ કલાપીની ત્રીજી પત્ની શોભનાના કહેવા પ્રમાણે ‘કલાપીનો કેકારવ’માંની ઘણી કવિતાઓ શોભનાને ઉદ્દેશીને લખાઇ છે. નલિનીએ જાહેરમાં કશું નથી કહ્યું, પણ એવું તે દ્રઢપણે માને છે કે અમારા ભોગે જ તે હાસ્યલેખક થઇ શક્યા છે, અમારા લીધે જ તે હાસ્યલેખક બની શક્યા છે. (મને ખબર નથી. પણ કોઇ વિદેશી લેખકે પૂછ્યું કે તમારે હાસ્યલેખક થવું છે?- ‘વ્હેર આર યોર ટીઅર્સ?’ - તમારાં આંસુ ક્યાં છે? આંસુ તો છે, પણ બતાવી શકાય તેમ નથી. બાકી હાસ્ય તોસિકું આંસુ છે-હ્યુમર ઇઝ એ ડ્રાયટીઅર). બોલો, મારા કેટલાક ગુણોને પણ અવગુણમાં ખપાવાય છે. જેમ કે નિર્ણયો લેવામાં હું બહુ જ ઉતાવિળયો છું એવી મારી સામે ફરિયાદ છે. એકાદ કિસ્સામાં તે સાચી પણ છે એ મારે કબૂલ કરવું જોઇએ. નાનપણમાં મેં રમૂજમાં કહેવાયેલ એક સુવાક્ય વાંચ્યું હતું કે માણસે કડવી દવા પીવામાં તેમજ લગ્ન કરવામાં બને એટલી ઉતાવળ કરવી જોઇએ. કેમ કે બંનેનો સ્વાદ લગભગ સરખો હોય છે. આ વિધાનમાં પડેલો મર્મ નહીં પામવાને કારણે મેં ઝડપથી લગ્ન કરી નાખ્યાં એવું આજે લાગે છે, પણ એ બાબત અફસોસ કરવાનો અર્થ નથી. જોકે મારી ઉતાવળને કારણે સામા પાત્રને તો ફાયદો જ થયો છે, નહીં તો તેણીશ્રી આજે સિત્તેર વર્ષની ઉંમરે મારી રાહ જોતાં તેમના પરમ પૂજય પિતાશ્રીના ઘરમાં જ બેઠાં હોત. જોકે મારા આ અનુમાન સાથે એ સંમત નથી. એ તો કહે છે કે શી ખાતરી કે તમારાથીય વધારે સારો અને વધારે અક્કલવાળો વર મને ના મળ્યો હોત! થોડા દિવસો પહેલાં એક સ્ત્રી સામિયકની પત્રકાર મારો નહીં, પત્નીનો ઇન્ટરવ્યૂ કરવા આવેલી. તેણે પૂછ્યું હતું : ‘મેડમ, આજની વયસ્ક છોકરીને તમે કોઇ કવિ કે હાસ્યલેખકને પરણવાની સલાહ આપો ખરા?’ ‘એ દીકરીને હું પાસે બેસાડીને પ્રેમથી જણાવું કે આ બે કરતાં કોઇ નોર્મલ છોકરાને પરણવું વધારે સારું.’ પત્ની બોલી. ‘તો પછી તમે હાસ્યલેખકને કેમ પરણ્યાં?’ ‘આમાં તો બહેન ભાગ્ય જ ભુલાવતું હોય છે. હું તેમને મળતી ત્યારે તો તેમના નખમાંય હાસ્ય નહોતું, કોઇ ચિહ્ન કે અણસાર વર્તાયાં નહોતાં. એવો જરા તરા વહેમ પણ પડ્યો હોત તો ચેતી જાત. હશે કરમની કઠણાઇ, બીજું શું!... પત્નીનો જવાબ.’ ‘તમને ક્યારેય પતિથી છુટા પડવાનો, છુટાછેડા લેવાનો વિચાર આવે ખરો?’ ‘ના, ક્યારે પણ નહીં...’ પત્નીએ ઉત્તર આપ્યો: ‘કારણ એ કે પુરુષો આમ તો બધા જ સરખા હોય છે, માત્ર તેમના ચહેરા જ જુદા હોય છે.’ ‘આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?’ કુતૂહલ પ્રશ્ન.‘હા, પણ મારા અંગત કારણસર. તેમને હું નખશિખ ઓળખી ગઇ છું, તેમને ‘ટેકલ’ કરતાં મને આવડી ગયું છે. માંડ એડજસ્ટ થઇ છું. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે. આવતા જન્મે પણ આમને જ નિભાવી લઇશ, આમેય લગ્ન એક એડજસ્ટમેન્ટ જ છેને!...’ તેનો ઉત્તર સાંભળી એ છોકરીએ તેનાં કાગળિયાં સમેટી લીધાં.

લાલ-લીલો-ભગવો-કેસરી રંગ રંગના રંગ

ધૂત છુપે ના ભભૂત લગાયે, સૂર્ય છુપે ના બાદલ છાયે. (લોકસાહિત્ય) ફિલ્મોમાં જ્યારે આંધળાની આંખો ઓપરેશન પછી આવે ત્યારે એ ધીમે ધીમે ફોકસમાં આવે છે અને પાત્ર કહે છે: ‘મૈં દેખ સકતા હૂં... મુઝે સબ દિખાઇ દેતા હૈ!’ એ જ રીતે આજકાલ અમુક રંગો અચાનક ફોકસમાં આવી ગયા છે. ચર્ચાઇ રહ્યા છે. ભગવો, કેસરીયો કે લીલો રંગ. ચિદંબરમે જેવું ‘ભગવો આતંકવાદ’ કહ્યું કે બધા ઉશ્કેરાઇ ગયા. એ પછી જાણીતા સાધુ-સંતો પર એક ટીવી ચેનલે સ્ટિંગ ઓપરેશન કરીને કાળા નાણાં અને ક્રાઇમ વિશેનાં કૌભાંડો રજૂ કર્યા કે ફરી બધાં ઉશ્કેરાઇ ગયા કે શું માત્ર હિંદુ સાધુ-સંતો જ બેઇમાન છે? મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મપુરુષો પર કેમ સ્ટિંગ ઓપરેશન નથી થતાં? અંધશ્રદ્ધાની આરતી લેનારાઓ ‘કેસરિયા’ મૂડમાં આવી ગયા. હિંદુ એટલે ભગવો, ઇસ્લામ એટલે લીલો અને અમે માત્ર સારા, બીજા માત્ર ખરાબ એવી સ્કૂલલેવલના બાળકો જેવી રંગીન જીદ શરૂ થઇ. કોઇએ ફેસબુક કે એસ.એમ.એસ. પર ચર્ચા ઉઠાવી કે હિંદુઓને બદનામ કરવા ‘ભગવો આતંકવાદ’ની કોમેન્ટ કે બાવા-બાપુઓના સ્ટિંગ ઓપરેશનનો પ્લાન થાય છે! અનેક ભાવુકો એ હિંદુ-અન્યાય-કોરસગાનમાં જોડાઇ ગયા. મિથ્યાભિમાનની મોસમ શરૂ થઇ ગઇ. નિકોલસ બોઇલાએ કહ્યું છે: ‘દરેક મૂર્ખને એની પ્રશંસા કરવા માટે વધારે મોટો મૂર્ખ મળી જ રહે છે’. એમ જ થયું. અન્ય ધર્મમાં પણ આવી બદીઓ છે જ પણ તો શું પેલા બાવાઓને માફ કરવાના? એટલે જ કદાચ આલ્બેર કામ્યુએ કહ્યું છે કે પુરુષ બનવા માટે નિર્દોષતા છોડવી પડે! ખેર, રંગો-પાખંડોની રંગોળી જોઇને થયું છે કે શું છે રંગોની દુનિયા? ધર્મના રંગો? ઓ.કે., ભગવો કે કેસરિયો રંગ હિંદુ સંસ્કૃતિનું પ્રતીક છે કારણ કે આપણે અગ્નિપૂજક છીએ. કહે છે, મીરાંબાઇ ગુરુ રૈદાસ પાસે ગયાં ત્યારે રૈદાસ ગેરુઆ રંગે માટીના વાસણ રંગતા હતા. વાત કરતાં કરતાં સમય વીત્યો ને એમનું ધ્યાન ગયું કે મીરાંબાઇની સફેદ સાડી ગેરુઆ રંગના છાંટાઓથી અનાયાસે રંગાઇ ગયેલી! અને રૈદાસ બોલ્યા: ‘વાહ મીરાં, તુમ તો રંગ ગઇ!’ અને આમ ભગવા રંગમાં રંગાઇને મીરાંનો અચાનક સંન્યાસ પ્રવેશ થઇ ગયો. રાજપૂત વીરો જ્યારે યુદ્ધમાં હસતે મોઢે જાન આપી દેવા કેસરી રંગમાં રંગાઇને ‘કેસરિયાં’ કરતા. આજે મીરાંનો કે રાજપૂત શહીદોનો એ ભગવો રંગ, વોટ બેંક ભૂખી પાર્ટીઓના ઝંડામાં કે બાવા-બાપુઓના કારનામાંમાં ઝંખવાઇ રહ્યો છે. આજે એ સ્વામી વિવેકાનંદનો નહીં પણ કામી નિત્યાનંદનો પર્યાય બની રહ્યો છે. પણ બહુમતી ચૂપ છે, આતંકવાદ કે બાવા કૌભાંડોના પક્ષમાં રંગીન દલીલો કરે છે. દરેક રંગમાં સિમ્બોલ કે અર્થ, ઈતિહાસ છે. ઇસ્લામ, સૂકાર્ભ રેગિસ્તાનમાં જન્મેલો એટલે હરિયાળીનો લીલો રંગ અપનાવ્યો. વિજ્ઞાન કહે છે કે માણસના શરીરમાં લાલ, પીળો, વાદળી, કાળો, સફેદ એમ દરેક રંગ છે પણ લીલો રંગ ક્યાંય નથી! પાન લીલું જોઇને અમને બનારસી પાન યાદ આવે છે પણ કોમળ કવિઓને ઓલ્વેઝ પ્રિયતમ જ યાદ આવે છે! શેકસપિયરને લીલા રંગમાં ઇષ્ર્યાનો રંગ દેખાય છે અને અમને તો ખસનું સ્વીટ શરબત પણ યાદ આવે છે! જુવાન વ્યક્તિ પોતાની અધૂરી ઇચ્છાઓ મૂકીને મરી જાય તો એની પાછળ એક જમાનામાં ‘લીલ’ પરણાવવાની પ્રથા હતી પણ અમને તો લીલ શબ્દમાં લપસવાનો ડર લાગે છે. એક જમાનામાં કાળાં બ્લેકબોર્ડ હતાં, હવે નવી શાળાઓમાં લીલાં બોર્ડ આવ્યાં છે કારણ કે લીલો રંગ આંખો માટે સારો છે! પણ આજે એ શાકાહારી લીલો રંગ પણ દુનિયામાં આતંકનું પ્રતીક બની રહ્યો છે! સાયન્સ કહે છે કે લીલા ઝેરને ઓકતા સાપને બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે પણ આપણે માણસો તો રંગ જોઇને આપણા રંગ બદલએ છીએ! સફેદ રંગ આપણને પવિત્રતા કે શાંતિ વગેરેનું ટિપિકલ પ્રતીક લાગે છે. યુદ્ધ અટકાવવા શાંતિનો વાવટો ફેલાવવા ‘વ્હાઇટ’ રંગ વપરાય છે. પણ અમને તો સફેદીમાં આજકાલ કરપ્ટ નેતાઓ કે સ્મગલરો કે બિલ્ડરો જ દેખાય છે. સાહિત્ય સભાઓમાં ઇનામો માટે લડતા ડાઘુઓ જેવા કવિ-લેખકો સફેદ વસ્ત્રોમાં જ દેખાય છે. સર્વેશ્વર સકસેના, ગાલિબ, એહમદ ફરાઝ જેવા કવિઓની પંક્તિઓને પોતાના નામે બિન્દાસ ઉઠાવનાર ગીતકાર ગુલઝાર હંમેશાં સફેદ પોશાક જ પહેરે છે! માસૂમ બાળકોની વાર્તાઓમાં પરીઓ સફેદ કપડાંમાં જ આવે છે, તો વળી કેન્ડલ લઇને રાતે વા‹ક લેવા નીકળેલાં ભૂતપ્રેત પણ કોણ જાણે કેમ સફેદ કપડાંમાં જ ફરે છે. બેદિલ સમાજમાં એક તરફ દેવી સરસ્વતી સફેદ વસ્ત્રોમાં પૂજાય ત્યાં ઉપેક્ષિત વિધવા માટે એ રંગે કેમ થોપવામાં આવ્યો છે? વિવેકાનંદ કહે છે હિંદુસ્તાની સ્ત્રીનો ચામડીનો રંગ એટલે દૂધમાં લોહીનાં ટીપાં મિક્સ કરીએ તો જે રંગ બને એવા રંગ! (કદાચ દક્ષિણની ડાર્ક શ્યામવણીઁ સેક્સી સ્ત્રીઓ તરફ એમનું ધ્યાન નહીં ગયું હોય!) ઇન્ટરવલ તારાં રંગનગરનો રસિયો નાગર એકલો! (વેણીભાઇ પુરોહિત) કાળો રંગ અશુભ કે મનહૂસ ગણાય છે તો પછી આટલા કલરફૂલ ભગવાન શ્રીકૃષ્ણ કાળા કેમ હતા? શક્તિ દાત્રી કાલી માતા કાળાં કેમ છે? પવિત્ર બાઇબલને કાળી કિતાબ કેમ કહેવાય છે! વિરોધના સરઘસમાં લોકો ખભા પર કાળી પટ્ટી પહેરીને જ કેમ નીકળે છે? પર્પલ કે લાલ કેમ નહીં? એક તરફ કાળા વાળને સુંદર ગણાવાય છે અને સફેદ વાળ બૂઢાપાનું લક્ષણ તો એ અશુભ કેમ? બ્લેક મની કે કાળાબજાર એ આજે સમાજે સ્વીકારેલું વરવું સત્ય છે એટલે? વળી, કાળીડિબાંગ રાત સેક્સી ગણાય છે કે તો કદીક ડરામણી કેમ હોય છે? મોતનો રંગ કાળો મનાય છે પણ કફન કાયમ સફેદ જ કેમ હોય છે? કાળા રંગ પર કોઇ રંગ નથી ચડતો એટલો સ્ટ્રોંગ છે. ‘ઓઢું તો ઓઢું કાળી કામળી દૂજો રંગના લાગે કોઇ’ એમ મીરાંબાઇ કહી ગયાં છે. એટલે ઇનશોર્ટ, કાળો રંગ બહુ ના સમજાય એવો ગહેરો છે. લાલ રંગ લોહીનો છે, ક્રાંતિનો છે, યુદ્ધનો, ક્રોધનો પર્યાય છે. રેડ એ કોમ્યુનિસ્ટોનો કે ખૂનખાર માઓવાદીઓનો રંગ પણ ગણાય છે. પણ તોયે શરમથી કન્યા લાલલાલ થઇ ગઇ એમ સ્વીટલી કેમ લખાય છે? જો એ હિંસક રંગ છે તો નશાની મસ્તીમાં ‘યે લાલ રંગ કબ મુઝે છોડેગા?’ એવું હિંદી ફિલ્મના દર્દીલા હિરો કેમ ગાય છે? ‘લાલી દેખન મૈં ગઇ તો ખુદ હો ગઇ લાલ’વાળા રંગની લીલા અજીબ છે! પણ પીળો રંગ, જરા કનફ્યુઝ્ડ કલર છે. પીળું એટલું સોનું નહીં એમ કહીને લોકો એને ગ્રેટ માને છે પણ બીજી તરફ પીળું પત્રકારત્વ કહીને ઊતારી પાડવા પીળો રંગ જ કેમ વપરાય છે? સોનાનો રંગ જો પીળો છે તો સુવર્ણયુગને ‘પીળો યુગ’ કહેવો જોઇએ? શાયર મરીઝ જે દેશી દારૂ પીતા એને ‘પીળું પાણી’ કહેતા! ભૂરો રંગ શાહીનો, એકલતાનો, રોમાન્સનો કલાસી રંગ છે. આસમાનની વિશાળતા, ભૂરી આંખોવાળી છોકરી, ભૂરાં ભૂરાં સપનાં વગેરેમાં વપરાતા ભૂરા રંગનો ‘બ્લ્યુ ફિલ્મ’ સાથે નાતો કેમ જોડાયો હશે? ટીનએજરો માટે ગુલાબી પેનથી સેક્સ, સિનેમા અને સંબંધો પર લખનારા લેખકો માટે કદાચ આ એક સંશોધનનો વિષય છે. હા, બાર્બી ડોલ કે ગ્રીટિંગ કાડર્ઝમાં બધે ગુલાબી રંગ જ હોય છે. હાર્ટ આકારના બલૂનો ચીતરીને પ્રેમ-લવ-પ્રીતવાળી બબલગમ ફ્લેવરની કિતાબોનાં કવરપેજ પર ગુલાબી રંગ કંપલસરી હોય છે. ગુલાબી એ ‘ગે’ લોકો માટે જગપ્રસિદ્ધ રંગ છે. ગે ડ્રેસ ડિઝાઈનરો જ્યારે પિંક કલર વિશે વાત કરે ત્યારે એમને નારીની જેમ શરમાતા નરી આંખે અમે જોયા છે! પણ આ બધામાં એક રંગ છે જે મેઘધનુષ્યના કોમન રંગોથી અલગ છે: રૂપેરી રંગ! નિરાશાના દરેક કાળાં વાદળને એક રૂપેરી કોર હોય છે! કદાચ સેકયુલર, સેન્સિબલ, સ્વીટ લોકો માટે હવે સિલ્વર કલરને સિમ્બોલ બનાવી દેવો જોઇએ. છેને સિલ્વર જયુબિલી આઇડિયા? એન્ડ ટાઇટલ્સ આદમ: હું ક્યારેક ખોવાઇ જઇશ તો તું છાપાંમાં જા.ખ. આપીશ? ઇવ: હા! લખીશ કે તું જ્યાં છે ત્યાં ખુશ રહે!

VIVEK POEM


Sardar Patel Photo


Sardar Patel Sign


Vijay Jit


Sardar Patel Photo





                                                                    
                                                                         JAY SARDAR