આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?’ ‘હા, પણ મારા અંગત કારણસર. તેમને હું
નખશિખ ઓળખી ગઇ છું, તેમને ‘ટેકલ’ કરતાં મને આવડી ગયું છે. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું
મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે.
આપણે ત્યાં પત્ની થકી તેના સેલિબ્રિટી પતિની જાહેરમાં તો શું, ખાનગીમાં પણ પ્રશંસા કરવાનો રિવાજ
પહેલેથી જ નથી. આપણા પૂર્વ પ્રધાનમંત્રી વી. પી. સિંહ પાગલ છે એવો કોર્ટ-કેસ તેમનાં બેટર-હાફ
સીતાદેવીએ બિટર-હાફ બનીને તેમના પર ઠોકી દીધો હતો. એટલે કોઇ પત્ની તેના પતિના જાહેરમાં
વખાણ કરે તો મને અંદરથી સારું લાગે છે.
તારીખ ૨૧મી સપ્ટેમ્બરના ‘દિવ્ય ભાસ્કર’માં ઝારખંડના ચીફ જસ્ટિસ ભગવતી તેમનાં પત્ની લતાપ્રસાદની
મીઠી નજરે ઝિલાયાં છે, જે વાંચતાં એવો વહેમ પડે છે કે જાણે ખુદ ભગવતીપ્રસાદજીએ પાંચને બદલે દસે
દસ આંગળીઓ વડે પ્રભુને પૂજયા હશે. તેમનાં બેસુમાર વખાણ કર્યાં છે પત્નીએ. પત્ની જણાવે છે કે
જસ્ટિસ પ્રસાદ દરેક બાબતે આદર્શ વ્યક્તિત્વના માલિક છે. અત્યંત શાંત સ્વભાવના છે મારા સાહેબ. કોઇ
સ્ત્રી એના વરની કોઇપણ પ્રકારની ધાકધમકી વગર, કેવળ પ્રેમની શુદ્ધ ચાસણીમાં બોળેલું ‘સાહેબ’નું
સંબોધન કરે એ કેટલું બધું મીઠું હોય છે એ મેં મારા સગા કાને સાંભળ્યું છે - રંજનબહેન દલાલ તેમના
પતિ જયંતીલાલને સાહેબ કહેતાં, પરંતુ આ સન્નારી લતાબહેન માટે મારા સાહેબ (મારી એકલીના સાહેબ)
બોલતી વખતે તેમનું મોઢું કેવું ભરાઇ જતું હશે એ હું કલ્પી શકું છું.
(કહે છે કે સૌરાષ્ટ્રમાં તો પતિ ગમે એટલા મોટા હોદ્દા પર હોય તો પણ પત્ની માટે તો તે ‘ઇવડો ઇ’ જ
છે.)બહેન ઉમેરે છે કે સાહેબ કોર્ટનું ટેન્શન ઘેર નથી લાવતા કે ઘરનું ટેન્શન કોર્ટમાં લઇ જતા નથી. (દરેક
ટેન્શન પોતાના સ્થાને જ શોભે). જસ્ટિસ પ્રસાદની સહનશીલતા પર તેમનાં પત્ની ઘણાં પ્રસન્ન છે.
સાહેબને કવિ-સંમેલનો બહુ જ ગમે છે ને એ માટે તે મોડી રાત સુધી જાગે છે પણ ખરા. (મળી ગયો ને
તાળો સાહેબની સહનશક્તિ કેળવવાનો!).
અલબત્ત, આ સુર્વગુણ સંપન્ન એવા જજસાહેબનાં પત્નીની અનેક સ્ત્રીઓને ઇષ્ર્યા આવતી હશે પણ મારા
ગીધુકાકાને જસ્ટિસ ભગવતી પર એ વાતે ગુસ્સો આવે છે કે પત્ની પર તે ક્યારેય ગુસ્સો નથી કરતા,
ક્યારેક પત્નીને તેમના પર ગુસ્સો આવે છે ત્યારે તે હસી પડે છે. આમાં પતિગીરી ક્યાં આવી? પત્નીને તો
એક આંખે હસાવવી અને બીજી આંખે રડાવવી જોઇએ. જોકે હવે આવી કે તેવી કોઇપણ પ્રકારની સલાહ
જજસાહેબોને આપવાનો અર્થ એટલા માટે નથી કે પાકા ઘડે કાંઠા કેવી રીતે ચડવાના!
અને તેમના શાંત સ્વભાવને લીધે સાહેબ કોર્ટમાંય કોઇના પર મિજાજ ગુમાવી તાડુકતા નહીં - એને માટેય
પ્રેક્ટિસ જોઇએને! ટૂંકમાં મરતાને મર કહેવાની પ્રકૃતિ નહીં. (આવા ન્યાયમૂર્તિનું કાળજું તો કોઇને ફાંસી
સુણાવતાંય કંપી ઊઠે.)
*** *** ***
અને સર્વદુગુgણમાં સંપન્ન એવા મારી વાત કરું તો હું સાવ કાઢી નાખવા જેવો નથી એની મારા
કુટુંબીજનોને ખબર છે, ને કાઢવા જતાં ખાસ કશું ઊપજે એમ નથી એનીય જાણ છે એ કારણે અત્યારે પણ
હું ઘરમાં ટકી રહ્યો છું. આગળ મેં જેમનો ઉલ્લેખ કર્યો એ ભગવતી સાહેબના વાચનશોખ માટે તેમનાં
શ્રીમતી લતાબહેન ગર્વ અનુભવે છે, કિન્તુ મારા પુસ્તક ખરીદી અને વાચનશોખ તરફ ઘરમાં કોઇ આદરથી
જોતું નથી. ઉપરથી સંભળાવે છે કે તમે જોજો આ ઘર ગમે ત્યારે તૂટી પડશે તો એનું કારણ ધરતીકંપ
નહીં, તમે ભરેલ પુસ્તકો જ હશે, એના ભારથી ઘર જમીનદોસ્ત થઇ જશે. હજી પણ કહું છું કે આમાંનાં
થોડા ઢગલા સરકારની તરતાં પુસ્તકોની યોજનામાં પધરાવી દો જેથી આપણું ઘર ડૂબતું બચે! પણ મને
ખાતરી છે કે મારું રાંકનું કહેવું તમે નહીં માનો. મેં હોંશે હોંશે બનાવડાવેલ કબાટોમાં તમે ચોપડીઓ ખોસી
દીધી છે એટલે પહેરવાનાં કપડાં ઘરમાં ગમે ત્યાં રઝળતાં રહે છે.
બસ, આવો સંવાદ, ના, આને સંવાદ ના કહેવાય, એક જ પાત્ર સતત બોલ્યા કરતું હોય એને એકાકિત
કહેવાય. અમારા પુસ્તકપ્રેમની કદરરૂપે અમને અઠવાડિયામાં બે-ત્રણ વખત એકોક્તિના શ્રવણનો લાભ
મળતો રહે છે.
માણસ કુંવારો હોય કે પરણેલો, પણ તે સદાય સુખ અને શાંતિ ઝંખતો હોય છે. મારો ઘણો સમય વાંચન-
લેખન, મિત્રોમાં મહાલવું અને ફોનાલાપ, આ બધામાં પસાર થઇ જાય. ખરેખર તો સ્ત્રી માટે આ શાંતિનું
કારણ બનવું જોઇએ, એને બદલે તેમના માટે મારી સાથેના ઝઘડાનું કારણ બની જતું. બંને સ્ત્રીઓ સંપીને
મારા પર તૂટી પડે કે અમારા બંનેનો ભવ બગાડ્યો! સિનિયર, મોટી એમ કહીને ખખડાવે કે મારું તો જાણે
ઠીક, પણ બિચારી નલિનીને ભેખડે ભેરવી? અમને બંનેને દુ:ખી દુ:ખી કરી નાખ્યાં.
આવા માણસો બબ્બે વખત શા માટે પરણતા હશે? આવું કહેનાર કૈલાસ અઢી દાયકા પહેલાં કૈલાસધામમાં
સિધાવી ગઇ. હવે બીજી કોઇ કોઇવાર ટોણો મારવાનું ચૂકતી નથી કે તમારામાંથી બાપડી કૈલાસ તો છુટી,
હું ક્યારે છુટીશ? (એમાંય વાંક તો આખે આખો મારો જ નીકળવાનો. મોટીને મેં સિનિયોરિટીના નિયમ
હેઠળ નિવૃત્ત કરી નાખી ને જેની મને છોડવાની અદમ્ય ઇચ્છા છે તેને હું પરાણે પકડી રાખું છું. કેટકેટલી
ગેરસમજો પ્રવર્તે છે મારા વિશે!!
*** *** ***
કહે છે કે સોક્રેટીસને તત્વચિંતક તેની બીજી પત્ની ઝેન્થાપીએ બનાવ્યો હતો. કવિ કલાપીની ત્રીજી પત્ની
શોભનાના કહેવા પ્રમાણે ‘કલાપીનો કેકારવ’માંની ઘણી કવિતાઓ શોભનાને ઉદ્દેશીને લખાઇ છે.
નલિનીએ જાહેરમાં કશું નથી કહ્યું, પણ એવું તે દ્રઢપણે માને છે કે અમારા ભોગે જ તે હાસ્યલેખક થઇ
શક્યા છે, અમારા લીધે જ તે હાસ્યલેખક બની શક્યા છે. (મને ખબર નથી. પણ કોઇ વિદેશી લેખકે
પૂછ્યું કે તમારે હાસ્યલેખક થવું છે?- ‘વ્હેર આર યોર ટીઅર્સ?’ - તમારાં આંસુ ક્યાં છે? આંસુ તો છે,
પણ બતાવી શકાય તેમ નથી. બાકી હાસ્ય તોસિકું આંસુ છે-હ્યુમર ઇઝ એ ડ્રાયટીઅર).
બોલો, મારા કેટલાક ગુણોને પણ અવગુણમાં ખપાવાય છે. જેમ કે નિર્ણયો લેવામાં હું બહુ જ ઉતાવિળયો
છું એવી મારી સામે ફરિયાદ છે. એકાદ કિસ્સામાં તે સાચી પણ છે એ મારે કબૂલ કરવું જોઇએ.
નાનપણમાં મેં રમૂજમાં કહેવાયેલ એક સુવાક્ય વાંચ્યું હતું કે માણસે કડવી દવા પીવામાં તેમજ લગ્ન
કરવામાં બને એટલી ઉતાવળ કરવી જોઇએ. કેમ કે બંનેનો સ્વાદ લગભગ સરખો હોય છે. આ વિધાનમાં
પડેલો મર્મ નહીં પામવાને કારણે મેં ઝડપથી લગ્ન કરી નાખ્યાં એવું આજે લાગે છે, પણ એ બાબત
અફસોસ કરવાનો અર્થ નથી.
જોકે મારી ઉતાવળને કારણે સામા પાત્રને તો ફાયદો જ થયો છે, નહીં તો તેણીશ્રી આજે સિત્તેર વર્ષની
ઉંમરે મારી રાહ જોતાં તેમના પરમ પૂજય પિતાશ્રીના ઘરમાં જ બેઠાં હોત. જોકે મારા આ અનુમાન સાથે
એ સંમત નથી. એ તો કહે છે કે શી ખાતરી કે તમારાથીય વધારે સારો અને વધારે અક્કલવાળો વર મને
ના મળ્યો હોત!
થોડા દિવસો પહેલાં એક સ્ત્રી સામિયકની પત્રકાર મારો નહીં, પત્નીનો ઇન્ટરવ્યૂ કરવા આવેલી. તેણે પૂછ્યું
હતું : ‘મેડમ, આજની વયસ્ક છોકરીને તમે કોઇ કવિ કે હાસ્યલેખકને પરણવાની સલાહ આપો
ખરા?’ ‘એ દીકરીને હું પાસે બેસાડીને પ્રેમથી જણાવું કે આ બે કરતાં કોઇ નોર્મલ છોકરાને પરણવું વધારે
સારું.’ પત્ની બોલી. ‘તો પછી તમે હાસ્યલેખકને કેમ પરણ્યાં?’ ‘આમાં તો બહેન ભાગ્ય જ ભુલાવતું
હોય છે. હું તેમને મળતી ત્યારે તો તેમના નખમાંય હાસ્ય નહોતું, કોઇ ચિહ્ન કે અણસાર વર્તાયાં નહોતાં.
એવો જરા તરા વહેમ પણ પડ્યો હોત તો ચેતી જાત. હશે કરમની કઠણાઇ, બીજું શું!... પત્નીનો
જવાબ.’ ‘તમને ક્યારેય પતિથી છુટા પડવાનો, છુટાછેડા લેવાનો વિચાર આવે ખરો?’ ‘ના, ક્યારે
પણ નહીં...’ પત્નીએ ઉત્તર આપ્યો: ‘કારણ એ કે પુરુષો આમ તો બધા જ સરખા હોય છે, માત્ર
તેમના ચહેરા જ જુદા હોય છે.’
‘આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?’ કુતૂહલ પ્રશ્ન.‘હા, પણ મારા અંગત
કારણસર. તેમને હું નખશિખ ઓળખી ગઇ છું, તેમને ‘ટેકલ’ કરતાં મને આવડી ગયું છે. માંડ એડજસ્ટ
થઇ છું. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે. આવતા જન્મે પણ
આમને જ નિભાવી લઇશ, આમેય લગ્ન એક એડજસ્ટમેન્ટ જ છેને!...’ તેનો ઉત્તર સાંભળી એ છોકરીએ
તેનાં કાગળિયાં સમેટી લીધાં.
Born: October 31, 1875 Died: December 15, 1950 Achievements: Successfully led Kheda Satyagraha and Bardoli revolt against British government; elected Ahmedabad's municipal president in 1922, 1924 and 1927; elected Congress President in 1931; was independent India's first Deputy Prime Minister and Home Minister; played a key role in political integration of India; conferred Bharat Ratna in 1991.
Thursday, February 16, 2012
લાલ-લીલો-ભગવો-કેસરી રંગ રંગના રંગ
ધૂત છુપે ના ભભૂત લગાયે,
સૂર્ય છુપે ના બાદલ છાયે. (લોકસાહિત્ય)
ફિલ્મોમાં જ્યારે આંધળાની આંખો ઓપરેશન પછી આવે ત્યારે એ ધીમે ધીમે ફોકસમાં આવે છે અને પાત્ર
કહે છે: ‘મૈં દેખ સકતા હૂં... મુઝે સબ દિખાઇ દેતા હૈ!’ એ જ રીતે આજકાલ અમુક રંગો અચાનક
ફોકસમાં આવી ગયા છે. ચર્ચાઇ રહ્યા છે. ભગવો, કેસરીયો કે લીલો રંગ. ચિદંબરમે જેવું ‘ભગવો
આતંકવાદ’ કહ્યું કે બધા ઉશ્કેરાઇ ગયા. એ પછી જાણીતા સાધુ-સંતો પર એક ટીવી ચેનલે સ્ટિંગ
ઓપરેશન કરીને કાળા નાણાં અને ક્રાઇમ વિશેનાં કૌભાંડો રજૂ કર્યા કે ફરી બધાં ઉશ્કેરાઇ ગયા કે શું માત્ર
હિંદુ સાધુ-સંતો જ બેઇમાન છે? મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મપુરુષો પર કેમ સ્ટિંગ ઓપરેશન નથી થતાં?
અંધશ્રદ્ધાની આરતી લેનારાઓ ‘કેસરિયા’ મૂડમાં આવી ગયા.
હિંદુ એટલે ભગવો, ઇસ્લામ એટલે લીલો અને અમે માત્ર સારા, બીજા માત્ર ખરાબ એવી સ્કૂલલેવલના
બાળકો જેવી રંગીન જીદ શરૂ થઇ. કોઇએ ફેસબુક કે એસ.એમ.એસ. પર ચર્ચા ઉઠાવી કે હિંદુઓને
બદનામ કરવા ‘ભગવો આતંકવાદ’ની કોમેન્ટ કે બાવા-બાપુઓના સ્ટિંગ ઓપરેશનનો પ્લાન થાય છે!
અનેક ભાવુકો એ હિંદુ-અન્યાય-કોરસગાનમાં જોડાઇ ગયા. મિથ્યાભિમાનની મોસમ શરૂ થઇ ગઇ.
નિકોલસ બોઇલાએ કહ્યું છે: ‘દરેક મૂર્ખને એની પ્રશંસા કરવા માટે વધારે મોટો મૂર્ખ મળી જ રહે છે’. એમ
જ થયું. અન્ય ધર્મમાં પણ આવી બદીઓ છે જ પણ તો શું પેલા બાવાઓને માફ કરવાના? એટલે જ
કદાચ આલ્બેર કામ્યુએ કહ્યું છે કે પુરુષ બનવા માટે નિર્દોષતા છોડવી પડે!
ખેર, રંગો-પાખંડોની રંગોળી જોઇને થયું છે કે શું છે રંગોની દુનિયા? ધર્મના રંગો? ઓ.કે., ભગવો કે
કેસરિયો રંગ હિંદુ સંસ્કૃતિનું પ્રતીક છે કારણ કે આપણે અગ્નિપૂજક છીએ. કહે છે, મીરાંબાઇ ગુરુ રૈદાસ
પાસે ગયાં ત્યારે રૈદાસ ગેરુઆ રંગે માટીના વાસણ રંગતા હતા. વાત કરતાં કરતાં સમય વીત્યો ને એમનું
ધ્યાન ગયું કે મીરાંબાઇની સફેદ સાડી ગેરુઆ રંગના છાંટાઓથી અનાયાસે રંગાઇ ગયેલી! અને રૈદાસ
બોલ્યા: ‘વાહ મીરાં, તુમ તો રંગ ગઇ!’ અને આમ ભગવા રંગમાં રંગાઇને મીરાંનો અચાનક સંન્યાસ
પ્રવેશ થઇ ગયો. રાજપૂત વીરો જ્યારે યુદ્ધમાં હસતે મોઢે જાન આપી દેવા કેસરી રંગમાં
રંગાઇને ‘કેસરિયાં’ કરતા. આજે મીરાંનો કે રાજપૂત શહીદોનો એ ભગવો રંગ, વોટ બેંક ભૂખી પાર્ટીઓના
ઝંડામાં કે બાવા-બાપુઓના કારનામાંમાં ઝંખવાઇ રહ્યો છે. આજે એ સ્વામી વિવેકાનંદનો નહીં પણ કામી
નિત્યાનંદનો પર્યાય બની રહ્યો છે.
પણ બહુમતી ચૂપ છે, આતંકવાદ કે બાવા કૌભાંડોના પક્ષમાં રંગીન દલીલો કરે છે. દરેક રંગમાં સિમ્બોલ
કે અર્થ, ઈતિહાસ છે. ઇસ્લામ, સૂકાર્ભ રેગિસ્તાનમાં જન્મેલો એટલે હરિયાળીનો લીલો રંગ અપનાવ્યો.
વિજ્ઞાન કહે છે કે માણસના શરીરમાં લાલ, પીળો, વાદળી, કાળો, સફેદ એમ દરેક રંગ છે પણ લીલો
રંગ ક્યાંય નથી! પાન લીલું જોઇને અમને બનારસી પાન યાદ આવે છે પણ કોમળ કવિઓને ઓલ્વેઝ
પ્રિયતમ જ યાદ આવે છે! શેકસપિયરને લીલા રંગમાં ઇષ્ર્યાનો રંગ દેખાય છે અને અમને તો ખસનું સ્વીટ
શરબત પણ યાદ આવે છે!
જુવાન વ્યક્તિ પોતાની અધૂરી ઇચ્છાઓ મૂકીને મરી જાય તો એની પાછળ એક જમાનામાં ‘લીલ’
પરણાવવાની પ્રથા હતી પણ અમને તો લીલ શબ્દમાં લપસવાનો ડર લાગે છે. એક જમાનામાં કાળાં
બ્લેકબોર્ડ હતાં, હવે નવી શાળાઓમાં લીલાં બોર્ડ આવ્યાં છે કારણ કે લીલો રંગ આંખો માટે સારો છે! પણ
આજે એ શાકાહારી લીલો રંગ પણ દુનિયામાં આતંકનું પ્રતીક બની રહ્યો છે! સાયન્સ કહે છે કે લીલા ઝેરને
ઓકતા સાપને બધું બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે પણ આપણે માણસો તો રંગ જોઇને આપણા રંગ બદલએ
છીએ!
સફેદ રંગ આપણને પવિત્રતા કે શાંતિ વગેરેનું ટિપિકલ પ્રતીક લાગે છે. યુદ્ધ અટકાવવા શાંતિનો વાવટો
ફેલાવવા ‘વ્હાઇટ’ રંગ વપરાય છે. પણ અમને તો સફેદીમાં આજકાલ કરપ્ટ નેતાઓ કે સ્મગલરો કે
બિલ્ડરો જ દેખાય છે. સાહિત્ય સભાઓમાં ઇનામો માટે લડતા ડાઘુઓ જેવા કવિ-લેખકો સફેદ વસ્ત્રોમાં જ
દેખાય છે. સર્વેશ્વર સકસેના, ગાલિબ, એહમદ ફરાઝ જેવા કવિઓની પંક્તિઓને પોતાના નામે બિન્દાસ
ઉઠાવનાર ગીતકાર ગુલઝાર હંમેશાં સફેદ પોશાક જ પહેરે છે! માસૂમ બાળકોની વાર્તાઓમાં પરીઓ સફેદ
કપડાંમાં જ આવે છે, તો વળી કેન્ડલ લઇને રાતે વા‹ક લેવા નીકળેલાં ભૂતપ્રેત પણ કોણ જાણે કેમ સફેદ
કપડાંમાં જ ફરે છે.
બેદિલ સમાજમાં એક તરફ દેવી સરસ્વતી સફેદ વસ્ત્રોમાં પૂજાય ત્યાં ઉપેક્ષિત વિધવા માટે એ રંગે કેમ
થોપવામાં આવ્યો છે? વિવેકાનંદ કહે છે હિંદુસ્તાની સ્ત્રીનો ચામડીનો રંગ એટલે દૂધમાં લોહીનાં ટીપાં મિક્સ
કરીએ તો જે રંગ બને એવા રંગ! (કદાચ દક્ષિણની ડાર્ક શ્યામવણીઁ સેક્સી સ્ત્રીઓ તરફ એમનું ધ્યાન નહીં
ગયું હોય!)
ઇન્ટરવલ
તારાં રંગનગરનો રસિયો નાગર એકલો! (વેણીભાઇ પુરોહિત)
કાળો રંગ અશુભ કે મનહૂસ ગણાય છે તો પછી આટલા કલરફૂલ ભગવાન શ્રીકૃષ્ણ કાળા કેમ હતા? શક્તિ
દાત્રી કાલી માતા કાળાં કેમ છે? પવિત્ર બાઇબલને કાળી કિતાબ કેમ કહેવાય છે! વિરોધના સરઘસમાં
લોકો ખભા પર કાળી પટ્ટી પહેરીને જ કેમ નીકળે છે? પર્પલ કે લાલ કેમ નહીં? એક તરફ કાળા વાળને
સુંદર ગણાવાય છે અને સફેદ વાળ બૂઢાપાનું લક્ષણ તો એ અશુભ કેમ? બ્લેક મની કે કાળાબજાર એ આજે
સમાજે સ્વીકારેલું વરવું સત્ય છે એટલે? વળી, કાળીડિબાંગ રાત સેક્સી ગણાય છે કે તો કદીક ડરામણી
કેમ હોય છે? મોતનો રંગ કાળો મનાય છે પણ કફન કાયમ સફેદ જ કેમ હોય છે? કાળા રંગ પર કોઇ રંગ
નથી ચડતો એટલો સ્ટ્રોંગ છે. ‘ઓઢું તો ઓઢું કાળી કામળી દૂજો રંગના લાગે કોઇ’ એમ મીરાંબાઇ કહી
ગયાં છે. એટલે ઇનશોર્ટ, કાળો રંગ બહુ ના સમજાય એવો ગહેરો છે.
લાલ રંગ લોહીનો છે, ક્રાંતિનો છે, યુદ્ધનો, ક્રોધનો પર્યાય છે. રેડ એ કોમ્યુનિસ્ટોનો કે ખૂનખાર
માઓવાદીઓનો રંગ પણ ગણાય છે. પણ તોયે શરમથી કન્યા લાલલાલ થઇ ગઇ એમ સ્વીટલી કેમ
લખાય છે? જો એ હિંસક રંગ છે તો નશાની મસ્તીમાં ‘યે લાલ રંગ કબ મુઝે છોડેગા?’ એવું હિંદી ફિલ્મના
દર્દીલા હિરો કેમ ગાય છે? ‘લાલી દેખન મૈં ગઇ તો ખુદ હો ગઇ લાલ’વાળા રંગની લીલા અજીબ છે!
પણ પીળો રંગ, જરા કનફ્યુઝ્ડ કલર છે. પીળું એટલું સોનું નહીં એમ કહીને લોકો એને ગ્રેટ માને છે પણ
બીજી તરફ પીળું પત્રકારત્વ કહીને ઊતારી પાડવા પીળો રંગ જ કેમ વપરાય છે? સોનાનો રંગ જો પીળો છે
તો સુવર્ણયુગને ‘પીળો યુગ’ કહેવો જોઇએ? શાયર મરીઝ જે દેશી દારૂ પીતા એને ‘પીળું પાણી’ કહેતા!
ભૂરો રંગ શાહીનો, એકલતાનો, રોમાન્સનો કલાસી રંગ છે. આસમાનની વિશાળતા, ભૂરી આંખોવાળી
છોકરી, ભૂરાં ભૂરાં સપનાં વગેરેમાં વપરાતા ભૂરા રંગનો ‘બ્લ્યુ ફિલ્મ’ સાથે નાતો કેમ જોડાયો હશે?
ટીનએજરો માટે ગુલાબી પેનથી સેક્સ, સિનેમા અને સંબંધો પર લખનારા લેખકો માટે કદાચ આ એક
સંશોધનનો વિષય છે. હા, બાર્બી ડોલ કે ગ્રીટિંગ કાડર્ઝમાં બધે ગુલાબી રંગ જ હોય છે. હાર્ટ આકારના
બલૂનો ચીતરીને પ્રેમ-લવ-પ્રીતવાળી બબલગમ ફ્લેવરની કિતાબોનાં કવરપેજ પર ગુલાબી રંગ કંપલસરી
હોય છે.
ગુલાબી એ ‘ગે’ લોકો માટે જગપ્રસિદ્ધ રંગ છે. ગે ડ્રેસ ડિઝાઈનરો જ્યારે પિંક કલર વિશે વાત કરે ત્યારે
એમને નારીની જેમ શરમાતા નરી આંખે અમે જોયા છે! પણ આ બધામાં એક રંગ છે જે મેઘધનુષ્યના
કોમન રંગોથી અલગ છે: રૂપેરી રંગ! નિરાશાના દરેક કાળાં વાદળને એક રૂપેરી કોર હોય છે! કદાચ
સેકયુલર, સેન્સિબલ, સ્વીટ લોકો માટે હવે સિલ્વર કલરને સિમ્બોલ બનાવી દેવો જોઇએ. છેને સિલ્વર
જયુબિલી આઇડિયા?
એન્ડ ટાઇટલ્સ
આદમ: હું ક્યારેક ખોવાઇ જઇશ તો તું છાપાંમાં જા.ખ. આપીશ?
ઇવ: હા! લખીશ કે તું જ્યાં છે ત્યાં ખુશ રહે!
Subscribe to:
Posts (Atom)




